અમદાવાદ વડોદરા હાઇવે પર સર્જાયો ગંભીર અકસ્માત આઠ પુરુષો એક મહિલા અને એક માસુમ બાળકી સહિત દસ લોકોના ઘટના સ્થળે મો-ત તસવીરો જોઈ તમારી આંખમાંથી પણ આંસુ નીકળી જશે
આજકાલ અવારનવાર અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ઘણીવાર અનેક પરિવારોને સ્વજનો ગુમાવવાનો વારો આવે છે. આવો જ એક અકસ્માત વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર બન્યો હતો. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ દર્દનાક મો-ત થયા હતા. જેને કારણે સમગ્ર ગુજરાતમાં શોક ની લાગણી જોવા મળી હતી. કાર અમદાવાદ થી વડોદરા તરફ જઈ રહી હતી. તેવામાં નડિયાદ નજીક આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર કારમાં 10 લોકો સવાર હતા જેમાંથી તમામના મૃત્યુ થયા હતા. મૃત્યુ પામેલા વ્યક્તિઓમાંથી ચાર અમદાવાદના જ્યારે કાર ચલાવનારો ડ્રાઇવર રાજસ્થાનનું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે અકસ્માત અંગે તાત્કાલિક ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તથા અકસ્માત સમયે આસપાસના લોકો પાસે પણ પૂછપરછ કરી રહી છે. મૃત્યુ પામેલા માંથી આઠ પુરુષો એક મહિલા તથા એક માસુમ બાળકીનો સમાવેશ થાય છે. પોલીસ તપાસ પરથી અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો અમદાવાદ વડોદરા ના હોવાનું બહાર આવ્યું છે.
અકસ્માત અંગે વિગતવાર વાત કરીએ તો નડિયાદ તરફથી ખૂબ ઝડપથી આવી રહેલી કાર હાઇવે પર ઊભા રહેલા ટ્રેલર પાછળ ખૂબ જ ભયંકર રીતે ટકરાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કારમાં બેઠેલા 8 લોકોના તો ઘટના સ્થળે જ મોત થઈ ગયા જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. પોલીસ અને 108 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી તથા તપાસ હાથ ધરી હતી અને ટ્રાફિક જામને પણ હટાવી દેવામાં આવ્યો હતો. અકસ્માત ખૂબ જ ભયંકર હોવાથી કારનો સંપૂર્ણપણે ડૂચો વળી ગયો હતો. જેથી મૃતકોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી.

મૃત્યુ પામેલા દસ લોકોની ઓળખ શરૂ કરી દેવામાં આવી છે જેમાં એક એમબીએ નો વિદ્યાર્થી છે જ્યારે દુબઈથી આવેલા જયશ્રીબેન ભારતમાં તેના પૌત્રીના દીકરીના વધામણા દેવા માટે પહોંચ્યા હતા પરંતુ અચાનક જ રસ્તામાં ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. હાલમાં તો પોલીસ આ તમામ સૂત્રોના આધારે વધુ તપાસ હાથ ધરી રહી છે જેથી કરી મૃતકો ના મૃતદેહને તેના પરિવારને સોંપી શકાય.