હે ભગવાન આવું દુઃખ કોઈને ન બતાવે!! નશાની હાલતમાં સ્કૂલ બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા છ બાળકોના ઘટના સ્થળે દર્દનાક મોત અકસ્માતના દ્રશ્યો તમને હચમચાવી દેશે

સમગ્ર ગુજરાતમાં ગંભીર અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ઘણીવાર વાહનોની બેદરકારીને કારણે અનેક અકસ્માતો થતા હોય છે જેને કારણે ઘણા પરિવારોને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવે છે આવી અનેક ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણીવાર વાહનોના ડ્રાઇવર નસો કરીને ગાડી ચલાવતા હોય છે આ કારણે ગાડી પોતાનો કાબુ ગુમાવતા ગંભીર અકસ્માતનો સામનો કરવો પડે છે. હાલમાં એક એવી જ ઘટના સામે આવી છે કે જેમાં બસ ડ્રાઈવર એ પોતાનો કાબૂ ગુમાવતા બસમાં બેઠેલા છ માસુમ બાળકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં 40 જેટલા બાળકોને સ્કૂલ બસ લઈ જઈ રહી હતી તેવામાં અચાનક ડ્રાઈવર એ પોતાનો કાબો ગુમાવતા છ બાળકોના ઘટના સ્થળે દર્દનાક મોત થયા હતા જ્યારે 15 જેટલા બાળકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ શાળામાં ઈદ ની રજા પણ રાખવામાં આવી નહોતી જેને પગલે અનેક વાલીઓએ આ અંગે પોલીસ પાસે ફરિયાદ નોંધાવી છે. હાલમાં તો પોલીસે ડ્રાઇવર ચાલક વિરોધ તથા સ્કૂલના આચાર્ય વિરુદ્ધ ગંભીર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતાની સાથે જ ઘટના સ્થળે આસપાસના લોકો દોડી ગયા હતા અને બાળકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા. જેમાં છ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા ત્યારે 15 જેટલા બાળકોને ગંભીર ઈજા પહોંચી હતી. તેથી તાત્કાલિક 108 નો સંપર્ક કરી તમામ બાળકોને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ભયંકર અકસ્માત થવાને કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા પરંતુ પોલીસ દ્વારા તેને હટાવવામાં આવ્યા હતા.

પોલીસ તપાસ પરથી જાણવા મળ્યું કે બસનું પ્રમાણપત્ર વર્ષ 2018માં જ સમાપ્ત થઈ ગયું હતું છતાં પણ આ બસ બાળકોને લઈ સ્કૂલ જઈ રહી હતી. જોકે હાલમાં તો પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે ડ્રાઇવર સાથે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે નશા ની હાલતમાં હતો તેથી જ બસ એ પોતાનો કાબો ગુમાવતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. પરંતુ છ બાળકોને મૃત્યુ થવાથી તેના પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *