|

કેદારનાથમાં રીલ્સ બનાવતા 84 લોકો સામે કરી કડક કાર્યવાહી, જાણો કેટલી રકમનો આપવો પડશે દંડ

આજના યુવાનો સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા રીલ બનાવી ફેમસ થતા હોય છે. આજે ફરવા લાયક સ્થળોથી લઈ ધાર્મિક સ્થળોમાં પણ અનેક લોકો માત્ર રીલ બનાવતા જોવા મળે છે.આ ક્રેઝ ને ધ્યાનમાં લઇ કેદારનાથ મંદિર પરિસરમાં રીલ બનાવવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધી રીલ બનાવવા પર મંદિરના ટ્રસ્ટ દ્વારા કડક કાર્યવાહી કરી 84 લોકો પાસે દંડની વસુલાત કરવામાં આવી છે.

આ દંડને કારણે અત્યાર સુધી 30000 કરતાં પણ વધારે રકમ સરકાર પાસે જમા થઈ છે. આપને જણાવી દઈએ કે ઉતરાખંડ સરકારે કેદારનાથ મંદિર પરિસરમાં 50 મીટરના અંતરે વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવાની સખત મનાઈ ફરમાવી છે આ કારણે અનેક લોકો હોય સંપૂર્ણ ધ્યાન ભગવાન તરફ આપતા જોવા મળે છે આ પહેલા લોકો માત્ર ભક્તિનો દેખાવડો કરી રીલ બનાવતા જોવા મળતા હતા. પરંતુ આ માહોલમાં હવે ઘણો સુધારો આવ્યો છે.

માત્ર એટલું જ નહીં પરંતુ કેદારનાથ જેવા પવિત્ર ધામમાં દારૂ પીને આવતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યાર સુધી આ મામલામાં 59 લોકો સામે ખાસ પગલાં લેવામાં આવ્યા છે. તમામ નિયમોનો ભંગ કરનારા સામે અત્યાર સુધી 143 લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મંદિર એ આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે પરંતુ ઘણા લોકો આવા ધાર્મિક સ્થાન પર અનેક બિનજરૂરી કાર્યો કરતાં જોવા મળે છે આ તમામ સામે પોલીસ એ બાજ નજર રાખી કાર્યવાહી કરી રહ્યા છે.

આ સાથે સાથે ચારધામની યાત્રામાં આ વર્ષે દર વર્ષ કરતાં વધારે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે જેને કારણે અનેક અવ્યવસ્થાના સવાલો પણ ઊભા થયા હતા.અનેક લોકો ના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા છે. અત્યાર સુધી આ વર્ષે નવલાખ કરતાં પણ વધારે લોકોએ ચારધામની યાત્રા કરી ચૂક્યા છે.જેમાં 52 શ્રદ્ધાળુઓના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. એમાં મોટેભાગના લોકો ની ઉંમર 60 વર્ષ ઉપર છે. આ સાથે સાથે હાર્ટ એટેકના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે જેને કારણે આવનારા સમયમાં ચારધામની યાત્રાએ જનારા ભક્તોમાં પણ ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *