અભિનેત્રી મનીષા કોઈરાલા એ 53 વર્ષની ઉંમરે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી ઇન્ટરવ્યૂમાં લોકો સમક્ષ એવું કહ્યું કે હું ખૂબ એકલી છું અને….
ફેમસ નેપાળી અભિનેત્રી મનીષા કોઈરાલા ને આપ સૌ લોકો ઓળખતા જ હશો. મનીષા અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમમાં ચર્ચામાં રહે છે. મનિશાએ છ મહિના પહેલા જ તેમના પતિ સમ્રાટ થી નારાજ થઈ છૂટાછેડા લઈ લીધા હતા. આ છૂટાછેડા લોકોની વચ્ચે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા.
પરંતુ હાલના ઇન્ટરવ્યૂમાં મનીષાએ પોતાના જીવનસાથી ને લઇ એવો ખુલાસો કર્યો હતો કે તેમના ચાહકો પણ હેરાન રહી ગયા. મનીષા એ માત્ર 20 વર્ષની ઉંમરમાં છૂટાછેડા લીધા હતા ત્યારબાદ તે સંપૂર્ણપણે એકલી થઈ ગઈ હતી. પરંતુ તેણે હાર ન માની અને આ તમામ વાત ભૂલી અનેક ફિલ્મમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. મનીષા એ અનેક ફિલ્મમાં પોતાના અભિનયથી દરેક લોકોના દિલ જીતી લીધા છે તેથી જ તેના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમને ખૂબ પ્રેમ કરે છે.
મનીષા અભિનયની સાથે સાથે પોતાની સુંદરતા માટે પણ લોકપ્રિય બની છે. મનીષા એ તાજેતરના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે હવે કોઈ સારા પુરુષની શોધમાં છે. મનીષાને પૂછવામાં આવ્યું હતું કે તે હજુ પણ કોઈ જીવનસાથી ની શોધમાં છે અથવા કોઈને ઈચ્છે છે ત્યારે મનીષાએ ચોકાવનારો જવાબ લોકોને આપ્યો હતો. મનીષા એ કહ્યું હતું કે હા હું કોઈ સારા જીવનસાથી નહીં ઇચ્છું છું. પરંતુ હું તેની રાહ જોવામાં મારો કોઈ સમય બગાડીશ નહીં.
53 વર્ષની ઉંમરમાં પણ મનીષા ના જીવનમાં કોઈ જીવન સાથી જોવા મળ્યો નથી તેથી જ તે અનેકવાર ખૂબ નારાજ જોવા મળે છે. મનીષા એ પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કરી આજે સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહી છે. વર્ષ 2010માં મનીષાએ લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના છ મહિના બાદ જ છુટાછેડા થઈ ગયા હતા. હાલમાં તો 53 વર્ષની ઉંમરે મનીષાએ ફરી વાર લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.