અનંત રાધિકાની હલ્દી સેરેમનીમાં અભિનેત્રી સારા અલી ખાને રંગબેરંગી ચણિયાચોળીમાં કરાવ્યું આકર્ષક ફોટોશૂટ જુઓ સુંદર તસવીરો
અનંત રાધિકાના યોજાયેલ હલ્દી સેરેમની માં બોલીવુડની સુંદર અભિનેત્રી સારા અલી ખાન રંગબેરંગી ચણિયાચોળીમાં ખૂબ જ આકર્ષક અંદાજમાં લાગી રહી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે આ તસવીરો લોકોએ જોતાની સાથે જ તમામ ગુજરાતી લોકોનો પ્રેમ ભરપૂર પ્રમાણમાં જોવા મળ્યો હતો.
આ ચણીયા ચોળી ડિઝાઇનર મયુર ગિરોત્રા દ્વારા અદભૂત સોના ચાંદી અને ઝીણવટભરી કારીગરી પર સંપૂર્ણ ધ્યાન આપી બારીકાઈ થી ભરતકામ કરવામાં આવ્યું હતું. અભિનેત્રી સારા અલી ખાન ને પ્રથમવાર ગુજરાતી પરંપરા ની ચણિયાચોળીમાં જોઈ તમામ લોકોના દિલ ખુશ થઈ ગયા હતા. આ લુકમાં ખરેખર અભિનેત્રી ખૂબ જ સુંદર અને સ્વર્ગની પરી કરતા પણ વિશિષ્ટ લાગી રહી હતી.
લહેંગાને બનાવવા માટે સારાએ તેને ડીપ-કટ ચોલી સાથે જોડી તેના સિલુએટ પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પોતાની સુંદરતામાં વધારો કરવા માટે સુંદર રીતે દોરેલા ભારે દુપટ્ટા વડે લહેંગાને વધારે ઊંચાઈ પર લઈ જવામાં આવ્યો છે જેને કારણે લુક વધારે આકર્ષક બની ગયો હતો. અભિનેત્રીએ કિંમતી પથ્થરથી સુશોભિત ચોકર ગળાના હાર વડે તેના લુકને બનાવ્યો હતો. તેણે પોતાના બંને હાથોને ખૂબ જ મોંઘી જ્વેલરીથી શણગાર્યા હતા.અને આંગળીઓમાં કીમતી વીંટી પહેરી હતી. પોતાની સોફ્ટ સ્કીનને સંતુલિત કરવા માટે અભિનેત્રીએ પોતાનો ઓવરલોડેડ મેકઅપ પસંદ કર્યો.
ગુલાબી આઈશેડો અને વધારે પ્રમાણમાં લાઈનર સાથે પોતાની ચમક પ્રકાશિત કરી હતી. તેણે એક નાની કાળી બિંદી સાથે પોતાનો લુક કમ્પલેટ કર્યો હતો. અને રંગબેરંગી લહેંગા સાથે મેચિંગ કરવા માટે ગુલાબી લિપસ્ટિક પસંદ કરી હતી. પોતાના પહેરવેશ અને જ્વેલરીથી સંપૂર્ણ લૂકને એક અલગ જ અંદાજ આપ્યો હતો જેમાં તેના મેકઅપ એ આ લુકને વધારે ચમક આપવા માટે ભાગ ભજવ્યો હતો. આપને જણાવી દઈએ કે સારા અલી ખાન ગુજરાતી પરંપરા અને તેના પહેરવેશને ખૂબ જ નજીકથી પસંદ કરે છે આ કારણથી જ અનંત રાધિકાના હલ્દી રસમ ના કાર્યક્રમમાં અભિનેત્રીએ ચણીયા ચોળીનો પહેરવેશ પસંદ કર્યો હતો.
આ તસવીરને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચુકી છે જેમાં સારા અલી ખાનના ચાહકો તરફથી પણ ખૂબ સાથ સહકાર અને પ્રેમ મળ્યો હતો. ખરેખર આ તસવીર જોતા ની સાથે તમે પણ થોડીવાર માટે નજર હટાવી શકશો નહીં. સારા અલી ખાનને ગુજરાતી અંદાજમાં જોઈ તમામ મહેમાનોએ પણ ખૂબ જ વખાણ કર્યા હતા. અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં સારા અલી ખાન હાજરી આપી કાર્યક્રમને દર વખતે વિશિષ્ટ બનાવતી હોય છે એ વચ્ચે હવે ફરીવાર ગુજરાતી ચણીયાચોળી પહેરી અભિનેત્રીએ દરેક લોકોના દિલ જીતી લીધા હતા.