ટીવી શો નાગિન થી ફેમસ થયેલી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ ટૂંક સમયમાં કરણ કુન્દ્રા સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે પરંતુ તેમના પતિએ લગ્ન પહેલાં તેમના ચાહકોને એવું કહ્યું કે….

Bigg boss 15 માં ફેમસ થયેલી જોડી તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદરા ની જોડી હવે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. આ સમાચાર તેમના ચાહકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયા હતા. આ બંને લોકો બિગ બોસ 15 માં મળ્યા હતા. અને ત્યારથી જ આ બંને લોકોની જોડી સુપરહિટ બની ગઈ હતી.

આ બંને લોકો બિગ બોસ 15 માં મળ્યા બાદ લાંબા સમય સુધી મિત્રો રહ્યા હતા. ત્યારબાદ એકબીજા સાથે વધારે સમય રહેતા બંને લોકો એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. Bigg boss જોનારા તમામ ચાહકો આ જોડીને ખૂબ જ પસંદ કરી રહ્યા છે બિગ બોસ 15 ની આ સુપરહિટ જોડી બની ચૂકી છે.

આ બાદ કરણ કુંદરાએ કહ્યું હતું કે અમે બંને લોકો લગ્ન કરવા માંગીએ છીએ. પરંતુ બંને લોકોના પરિવારજનોની સહમતિથી અમે ટૂંક સમયમાં લગ્ન કરીશું. આપ સૌ લોકો લગ્ન માટે ઉત્સુક છો એ હું જાણું છું પરંતુ ટૂંક જ સમયમાં અમે આપને ખુશખબર આપવા જઈ રહ્યા છીએ. અમે માતા પિતા થી વિરુદ્ધ લગ્ન નહીં કરીએ. લોકોને તેમની આ વાત ખૂબ જ પસંદ આવી હતી. તેથી જ આ જોડીને તમામ લોકો ખૂબ જ પસંદ કરી તેમને પ્રેમ આપી રહ્યા છે.

બીગ બોસની આ જોડીને અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે તેમના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહીને આ જોડીને લાઈક કરી તેમને સપોર્ટ કરે છે. હાલમાં તો તમામ ચાહકો તેમના લગ્નની ખુશખબરી જાણવા માટે ઉત્સુક છે હવે જોવાનું છે કે આવનારા સમયમાં આ જોડી ક્યારે લગ્ન કરી શકે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *