દિયા ઓર બાતી નામની સિરીયલ થી ફેમસ થયેલી આ અભિનેત્રી એ કર્યા લગ્ન જુઓ લગ્નની સુંદર તસવીરો
દિયા ઓર બાતી હમ નામની સિરીયલ એ ટીવી શો ની દુનિયામાં ધૂમ મચાવી દીધી છે. આ સીરીયલ ની અભિનેત્રી પૂજા સિંહ એ કરણ શર્મા સાથે લગ્ન કર્યા છે. આ બંને લોકોએ પરિવારની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. બંને લોકોએ લગ્ન માટે પોતાનો લુક પણ ખૂબ જ સુંદર અને આકર્ષક પસંદ કર્યો હતો. લોકોને તેમનો લુક પણ ખૂબ જ પસંદ આવ્યું હતું. આ લોકોની પ્રેમ કહાની છેલ્લા ઘણા વર્ષોથી લોકોની વચ્ચે એક ચર્ચાનો વિષય બની ગઈ હતી ત્યારે આ પ્રેમ કહાની આગળ વધારવા માટે બંને લોકોએ એકબીજા સાથે લગ્ન કરી પોતાનું નવું જીવન શરૂ કર્યું હતું.

બંને લોકો પોતાના આકર્ષક રૂપમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. પૂજા અને કરણ એ 30 માર્ચના રોજ મુંબઈ ખાતે લગ્ન કર્યા હતા બંને લોકોએ પોતાના પ્રી વેડિંગ માટે લુક પસંદ કર્યો હતો. ત્યારબાદ બંને લોકોએ પોતાના ચાહકો સાથે લગ્નની અનેક તસવીરો શેર કરી હતી જેમાં બંને લોકો એકબીજાની હગ કરી કિસ કરતા જોવા મળે છે તેમના ચાહકોને આ તસ્વીરો ખૂબ જ પસંદ આવી હતી તેથી લાયક અને કોમેન્ટ દ્વારા બંને લોકોને અભિનંદન અને તસવીરોના વખાણ કર્યા હતા.

બંને લોકોના લૂકની વાત કરીએ તો વરરાજાએ સફેદ શેરવાની અને લાલ પાઘડી પહેરી હતી. ત્યારબાદ દુલ્હન એ રેડ અને ઓરેન્જ લેંગો પેર્યો હતો. બંને લોકો એકબીજા સાથે મેચિંગ પણ કર્યું હતું. આ લોકોના લગ્નમાં તેના મિત્રો સાથે સાથે અનેક ટીવી સિરિયલોના અભિનેતા અને અભિનેત્રીઓએ પણ હાજરી આપી લગ્નની શોભા વધારી હતી. તેમના લગ્નના પ્રિ વેડિંગ ફંકશનો 29 માર્ચના રોજ શરૂ થઈ ચૂક્યા હતા. આ લગ્નમાં હલદીરસમ મહેંદી રસમ ઉજવવામાં આવી હતી. આ સાથે જ બંને લોકો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા.
