મુકેશ અંબાણીએ યોજાયેલા કાર્યક્રમમાં આદિત્ય ગઢવી એ પોતાના સુરથી સૌના દિલ જીતી લીધા પ્રથમ વાર મુકેશ અંબાણી આદિત્ય ગઢવી ને સાંભળવા કાર્યક્રમમાં છેલ્લે સુધી રહ્યા ઉપસ્થિત નીતા અંબાણીએ એવું કહ્યું કે….

આપ સૌ લોકો કવિરાજ તરીકે ઓળખાતા આદિત્ય ગઢવી ને તો ઓળખતા જ હશો. તેને અનેક જગ્યાએ પોતાના પર્ફોર્મન્સ કરી ગુજરાતી સાહિત્ય તથા લોકસંગીતને એક અલગ સ્થાન અપાવ્યું છે. કવિરાજ આદિત્ય ગઢવી એ થોડા સમય પહેલા મુંબઈ ખાતે નીતા મુકેશ અંબાની કલ્ચર સેન્ટરની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે કવિરાજ આદિત્ય ગઢવીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આમંત્રણ સ્વીકારી આદિત્ય ગઢવી નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ખૂબ જ ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી.

આદિત્ય ગઢવી પોતાના સુર થી મુકેશ અંબાણીના સમગ્ર પરિવાર તથા આમંત્રિત મહિમાનોને મોહિત કરી દીધા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલા તમામ મહેમાનોએ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આદિત્ય ગઢવીના સૂરના ખૂબ જ વખાણ કર્યા હતા. મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ વખાણ કરતા કહ્યું કે અમે આખરે તમને શોધી લીધા છે તમારા સુરમાં એક અલગ પ્રકારની મજબૂતી તથા સુંદરતા જોવા મળે છે તમે ગુજરાતી લોકસંગીતને વિશ્વકક્ષાએ લઈ જવામાં પોતાનો સિંહ ફાળો આપ્યો છે. નીતા અંબાણીએ કહ્યું હતું કે હું તમારી ખૂબ મોટી ફેન છું.

આ કાર્યક્રમમાં લોકસંગીત એ રમઝટ બાદ આદિત્ય ગઢવીના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી તેમાં સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહિમાનોએ પણ જન્મદિવસની શુભકામના પાઠવી હતી. આદિત્ય ગઢવી એ કાર્યક્રમ બાદ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ શેર કરતાં લખ્યું કે હું ખરેખર આ કાર્યક્રમમાં ચોકી ગયો હતો કારણ કે મારા જન્મદિવસ નિમિત્તે મુકેશ અંબાણીના સમગ્ર પરિવારે મારા માટે કેક મંગાવી હતી. અને મારો જન્મદિવસ ઉજવણી કરી મને શુભેચ્છા પાઠવી હતી. તેથી જ અંબાણી પરિવાર તમામ લોકોને ખૂબ જ વહાલો લાગે છે કારણ કે અંબાણી પરિવાર તમામ લોકોને પોતાના પરિવારની જેમ ધ્યાન રાખે છે. ત્યારબાદ આદિત્ય ગઢવી એ કહ્યું હતું કે આ ક્ષણ હું ક્યારેય ભૂલી શકીશ નહીં ખરેખર અંબાણી પરિવારનો ખુબ ખુબ આભાર આ વાત કહી તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આદિત્ય ગઢવીના ચાહકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી આદિત્ય ગઢવીને પ્રેમ પીરસ્યો હતો.

.

આ બાત તેને લખ્યું કે હું અંબાણી પરિવારનો કાયમ માટે રૂણી રહીશ. મુકેશ અંબાણી ખૂબ ઓછા કાર્યક્રમમાં જાય છે પરંતુ મારા કાર્યક્રમ માટે છેલ્લે સુધી મને સાંભળવા માટે રોકાયા હતા. આ મારા માટે જીવનની સૌથી મોટી સફળતા છે. ત્યારબાદ કવિરાજ આદિત્ય ગઢવી એ લખ્યું હતું કે મુંબઈમાં તો આ માત્ર શરૂઆત છે હજુ તો ઘણું બધું મુંબઈમાં જોવાનું બાકી છે હાલમાં તો આદિત્ય ગઢવીની મુકેશ અંબાણી સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જે સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ધૂમ મચી ગઈ હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *