હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણીની આ ચોંકાવનારી વાતો કોઈ નહીં જાણતું હોય, અહી ક્લિક કરી…
તમે સૌ સુરતના જાણીતા સમાજ સેવક અને ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીને તો ઓળખતા જ હશો. મહેશભાઈ સવાણી મૂળ ભાવનગર જિલ્લાના રાણપડા ગામના વતની હતા. તેઓ વર્ષો પહેલા પોતાના વતનથી સુરત આવ્યા હતા અને હીરાના વ્યવસાય સાથે જોડાયા હતા.
દરેક લોકોએ મહેશભાઈ સવાણીની જીવનની કેટલીક વાતો સોશિયલ મીડિયા પર સાંભળી હશે. ત્યારે આજે અમે તમને મહેશભાઈ સવાણીની એક એવી વાત કરવાના છીએ જે સાંભળીને તમે પણ ચોકી જશો.
કહેવાય છે કે, મહેશભાઈ સવાણી પોતાના ઘરેથી બહાર જાય તે પહેલા પોતાની પુત્રવધુને પગે લાગે છે. તેઓ દરેક દીકરીઓને લક્ષ્મી માને છે, એ જ રીતે તેઓ પોતાની ઘરની પુત્રવધુને પણ લક્ષ્મી માને છે. મહેશભાઈ સવાણી ઘરની બહાર જાય તે પહેલા તેમની બંને પુત્રવધુઓના ચરણ સ્પર્શ કરીને નીકળે છે.
જણાવી દઈએ કે, પોતાના દીકરા મોહિતના લગ્ન હતા. ત્યારે તેમને લગ્નમાં આવેલા તમામ મહેમાનોની હાજરીમાં પોતાની પુત્રવધુના ચરણસ્પર્શ કર્યા હતા. મહેશભાઈ પોતાની બંને પુત્રવધુઓની કોઈ દિવસ પુત્રવધુ તરીકે રાખી નથી. પરંતુ, તેમણે બંનેને પોતાની દીકરી જેમ રાખી છે.
મહેશભાઈ સવાણી પોતાની બંને પુત્રવધુને ખૂબ જ સન્માન આપે છે. આ ઉપરાંત , તમે સોશિયલ મીડિયા પર મહેશભાઈ સવાણી વિશેના ઘણા પ્રેરણાદાયક કિસ્સાઓ પણ સાંભળ્યા હશે.
મહેશભાઈ સવાણી કહે છે કે, અદાણી અને અંબાણી જેટલો રૂપિયો જો મારી પાસે હોય તો હું આખા ગુજરાતની તમામ દીકરીઓના લગ્ન કરાવું. જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં મહેશભાઈ સવાણીએ પિતા વગરની ઘણી બધી દીકરીઓના લગ્ન કરાવ્યા છે અને તેમની સંભાળ પણ રાખી છે.