Aishwarya Rai
|

હાથે ગંભીર ઈજા થઈ છતાં પણ એશ્વર્યા રાયએ ફિલ્મ ફેસ્ટિવલમાં હાથે પટ્ટી બાંધી બ્લેક એન્ડ વાઈટ ગાઉન પહેરી લોકો ના હોશ ઉડાવી દીધા જુઓ આકર્ષક તસવીરો

સમગ્ર બચ્ચન પરિવાર હંમેશા લોકોની વચ્ચે ચર્ચામાં રહે છે કારણ કે બચ્ચન પરિવારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે ખૂબ મોટા પ્રમાણમાં સફળતા મેળવી છે તેને કારણે જ આજે આ પરિવાર લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યો છે તેમાં પણ અભિષેક બચ્ચનની પત્ની એશ્વર્યા રાય પોતાના ચાહકો સાથે હંમેશા જોડાયેલી રહે છે તેણે થોડા સમય પહેલા જ કાન્સ 2024 ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માં જોરદાર એન્ટ્રી મારી હતી. એશ્વર્યા રાય પોતાના લુક થી લોકોને જોવા પર મજબૂર કરી દીધા હતા.

આ ફિલ્મ ફેસ્ટિવલમાં એશ્વર્યા રાય એ બ્લેક અને ગોલ્ડ બટરફ્લાય ડ્રેસ માં જોરદાર એન્ટ્રી સાથે ચાર ચાંદ લગાવી દીધા હતા.લોકો ને આ લુક ખૂબ જ પસંદ આવ્યો હતો. પરંતુ આ દરમિયાન લોકોનું ધ્યાન તેના હાથ પર બાંધેલી પટ્ટી પર ગયું હતું. લોકો આ જોઈને ઘણા આશ્ચર્યચકિત થયા હતા પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એશ્વર્યા રાય ભાગ લીધો હતો જેને જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

એશ્વર્યા રાયની આકર્ષક લુક સાથે અનેક તસવીરો સોશિયલ મીડિયામાં આવેલા થતા ની સાથે તેમના ચાહકો દ્વારા લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ જોવા મળી હતી. એશ્વર્યા રાયના લૂકની વાત કરીએ તો આ ફેસ્ટિવલ માટે તેમને ગાઉન ની પસંદ કરી હતી. આ સાથે એશ્વર્યાએ ગાઉનમાં બ્લેક એન્ડ વાઈટ કલર પસંદ કર્યો છે જેમાં નાના નાના સોનેરી રંગના ફુલો જોવા મળ્યા હતા જે લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

આ ગાઉનમાં ખૂબ જ ઝીનવટથી બટરફ્લાય ફેશન કરવામાં આવી છે જે લોકોને ખૂબ જ પસંદ આવી હતી. પરંતુ એશ્વર્યા આ ફેસ્ટિવલ દરમિયાન પોતાના હાથમાં પટ્ટી બાંધેલી જોવા મળી હતી.જે જોતા ની સાથે જ લોકો નવાઈ પામ્યા હતા. આ પટ્ટી જોતા લોકોને લાગ્યું હતું કે એશ્વર્યા કોઈ ઈજા પામે છે.

તેથી લોકોએ કોમેન્ટ દ્વારા એશ્વર્યા ને ધ્યાન રાખવા માટે જણાવ્યું હતું સાથે સાથે લોકોએ તેના સારા સ્વાસ્થ્ય માટેની પણ પ્રાર્થના કરી હતી આ સાથે અનેક લોકો ઐશ્વર્યાના આ લુક ના મન ભરીને વખાણ કર્યા હતા આટલી ઉંમરમાં પણ એશ્વર્યા ની સુંદરતામાં કોઈ ઘટાડો થયો નથી તેથી જ તે આજે બોલીવુડની સૌથી લોકપ્રિય અભિનેત્રી બની ચૂકી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *