| |

શ્રીનગરમાં સિંઘમ અગેન ફિલ્મના શૂટિંગ ની તસ્વીર આવી સામે અજય દેવગન જેકી શ્રોફ સાથે જોવા મળ્યો એક્શન મોડમાં જુઓ વાયરલ વિડિયો

અજય દેવગન ની સિંઘમ ફિલ્મ લોકોની ઉત્સુકતા વધારે દીધી છે આવનારા સમયમાં હવે ફરીવાર અજય દેવગનની singham ફિલ્મ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં ધૂમ મચાવે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેની શૂટિંગની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી. આ ફિલ્મના શૂટિંગ સેટ પરથી અજય દેવગનનો પોલીસવાળો લુક સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો આ પરથી અંદાજો લગાવી શકાય કે ફિલ્મમાં પણ ખૂબ જ સુપરહિટ થશે. આ શૂટિંગનું સ્થળ શ્રીનગર હોય તેવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ હજુ સુધી તેની કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.

આ શૂટિંગ ની તસ્વીરો જોયા બાદ ચાહકો પણ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહ દર્શાવી રહ્યા છે કારણ કે અજય દેવગનના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે તેથી સિંઘમ ફિલ્મને પણ ચાહકો તરફથી ખુબ પ્રેમ મળી રહ્યો છે. અજય દેવગન ના ચાહકે એક વીડિયો શેર કર્યો છે જેમાં આપ જોઈ શકો છો કે અજય દેવગન પોલીસના લૂક માં ફાઈટ કરતો જોવા મળે છે. આ વિડીયો પરથી લાગી રહ્યું છે કે આ તસવીરો સિંઘમ ફિલ્મના શૂટિંગની હશે.

આ સાથે સાથે સિંઘમ ફિલ્મ એક્શન થી ભરપૂર હોય તેવું લાગી રહ્યું છે.જોકે સિંઘમ ની દરેક ફિલ્મ એક્શન કોમેડી અને રોમાન્સથી ભરપૂર હોય છે આ કારણથી જ સિંઘમની દરેક ફિલ્મ ને સુપરહિટ થવામાં સફળતા મળી છે. આ વીડિયોમાં આગળ જેકી શ્રોફ પણ જોવા મળી રહ્યો છે. આ બંનેના ફાઈટિંગ સીન જોવા માટે શૂટિંગ સ્થળે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.

આ વિડીયો શેર કરતા ચાહતે કેપ્શન માં લખ્યું છે કે શ્રીનગરમાં સિંઘમ ફિલ્મના શૂટિંગમાં અજય દેવગન આ ફિલ્મનું ટ્રેલર ટૂંક સમયમાં આવવાની શક્યતા પણ દર્શાવી હતી. ફિલ્મમાં હજુ સુધી વિલન ને લઈ કોઈ ખાસ ખબર સામે આવી નથી કારણ કે સિંઘમની દરેક ફિલ્મમાં વિલનનો ખાસ મહત્વનો ભાગ હોય છે પરંતુ આવનારા સમયમાં તે પણ સ્પષ્ટતા થઈ શકે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *