અનંત અંબાણીના લગ્નની શરૂઆત પહેલા જ તેમના ભાઈ આકાશ અંબાણી અને શ્લોકએ ખૂબ જ સુંદર ફોટો શૂટ કરાવ્યું મેચિંગ આઉટફીટ થી લોકોના દિલ જીતી લીધા જુઓ વાયરલ તસવીરો
અનંત અંબાણીના લગ્નવિધિ શરૂઆત મામેરા વિધિથી કરવામાં આવી હતી જેમાં સમગ્ર અંબાણી પરિવાર સહિત સગા સંબંધી અને આમંત્રિત મહેમાનોએ વિશિષ્ટ રીતે હાજરી આપી આ મામેરા વિધિ ને ખાસ બનાવી હતી. આ પ્રસંગમાં મુકેશ અંબાણીના સૌથી મોટા દીકરા આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા અંબાણી એ મેચિંગ આઉટ ફીટ પહેરી આ મામેરા વિધિમાં ધમાકેદાર એન્ટ્રી કરી ચાર ચાંદ લગાવી દીધા હતા આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવારના દરેક ફંક્શન લોકોની વચ્ચે ખૂબ જ ચર્ચામાં રહે છે.

હવે 12 જુલાઈ ના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર અંબાણી પરિવાર એ પુરા જોશથી તૈયારીઓ શરૂ કરી દીધી છે માત્ર એટલું જ નહીં પરંતુ તમામ લોકોએ પોતાના આઉટ ફીટની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી જેમાં લગ્ન વિધિની શરૂઆતમાં થયેલી મામેરા વિધિમાં આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી એ નારંગી અને ગુલાબી રંગના લહેંગામાં ખૂબ જ આકર્ષક અને સુંદર લાગી રહી હતી.ચોલીમાં ભરતકામ અને ‘V’ નેકલાઇન અને પફી સ્લીવ્ઝ સાથે સિક્વિન બાંધણી ડિઝાઇન હતી.

શ્લોકાએ પોતાના સુંદર દેખાવ માટે પીચ-ફ્લશ્ડ લીપ્સ અને કોહલ-રિમ્ડ આંખો સાથે તેના મેકઅપ લૂકને કમ્પ્લીટ કર્યો હતો. આ સાથે તેમની જ્વેલરી ની વાત કરીએ તો તેના ગળામાં હીરાનો હાર,હીરાની બંગડીઓ, કાનની બુટ્ટીઓ અને હેર એસેસરીઝ સાથે પોતાની આકર્ષકતામાં વધારો કર્યો હતો. આ વિધિમાં માત્ર શ્લોકા અંબાણી નહીં પરંતુ તેમના પતિ આકાશ અંબાણીએ પણ પોતાના લુકથી દરેક લોકોને જોવા મજબૂર કરી દીધા હતા.

આકાશ અંબાણી સફેદ શેરવાની સાથે બ્લશ ગુલાબી રંગના કુર્તામાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. એમણે પહેરેલા કુર્તામાં ખૂબ જ જીનવટથી ભરત કામ કરી એમ્બ્રોઇડરી ડિઝાઇન કરવામાં આવી હતી. આથી તેમના કુર્તા ની સુંદરતા સાથે આકાશ અંબાણી પણ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. આ કપલ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યું હતું કારણ કે એક સાથે મેચિંગ કપડામાં એન્ટ્રી કરી દરેક લોકોના દિલ જીતી લીધા હતા. આ બાદ બંને લોકોએ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તેમને અલગ અલગ અંદાજમાં પોઝ આપી દરેક લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. આ કપલના લગ્નના આટલા વર્ષો થયા બાદ પણ બંને લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે સાથે તેમનામાં ખૂબ જ સંસ્કાર રહેલા છે.

આ કપલ એકબીજાને હાથ પકડી ખૂબ જ સુંદર સ્માઈલ આપી કેમેરામેનને પોઝ આપ્યા હતા જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે તમામ લોકોએ આ જોડીના ખૂબ જ વખાણ કર્યા હતા તથા લાખોની સંખ્યામાં બંને લોકોને પસંદ પણ કર્યા હતા. આ પહેલા પણ અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શનમાં આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી ની જોડીએ ધૂમ મચાવી હતી. આ સાથે તેમના અનેક આઉટફીટ અને ફોટોશૂટ પણ સોશિયલ મીડિયામાં જોવા મળ્યા હતા.