આકાશ અંબાણી મુંબઇ ઇન્ડિયન્સની જીત માટે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી ગણપતિ બાપા ના લીધા આશીર્વાદ મુંબઇ ઇન્ડિયન્સ ટીમ માટે એવું કહ્યું કે…
આજના સમયમાં મુકેશ અંબાણીની રિલાયન્સ કંપની માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના દરેક ખૂણે ડંકો વગાડી રહી છે જોકે અંબાણી પરિવાર પણ પોતાની કંપની સાથે સાથે સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ નામના મેળવી છે સમગ્ર અંબાણી પરિવાર આટલા અમીર હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મને ક્યારેય ભૂલ્યા નથી. તેઓ અવારનવાર સમગ્ર ભારતમાં આવેલા અનેક મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે.
અંબાણી પરિવારની આ જ ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસને કારણે આજે લાખોની સંખ્યામાં લોકો અંબાણી પરિવારને ચાહે છે. તેઓ પોતાની દરેક સફળતા પાછળ ભગવાનનો આભાર માનવાનું ક્યારેય ભૂલતા નથી. થોડા સમય પહેલા સમગ્ર અંબાણી પરિવાર સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મુકેશ અંબાણીના જન્મદિવસ નિમિત્તે મુકેશ અંબાણી સાથે તેના નાના દીકરા અનંત અંબાણીએ ભગવાન શ્રી ગણેશના ચરણોમાં માથું જૂકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
હાલમાં જ મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી મુંબઈમાં આવેલ પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા જેને અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. તસવીરોમાં જોઈ શકો છો કે આકાશ અંબાણી બ્લુ ટીશર્ટ સાથે વ્હાઈટ શર્ટ પહેર્યું હતું.
આબાદ આકાશ અંબાણી સિદ્ધિવિનાયક મંદિર પહોંચી ગણપતિ મહારાજની પૂજા તથા મહા આરતી નો લાભ લીધો હતો. સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા આકાશ અંબાણી માટે કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો તથા મંદિરના પૂજારી દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
જોકે સિદ્ધિવિનાયક મંદિર સાથે સમગ્ર અંબાણી પરિવારનો ખૂબ જ જૂનો સંબંધ છે તથા તેનો પરિવાર સિદ્ધિવિનાયક મહારાજ પ્રત્યે અતૂટ શ્રધ્ધા શ્રદ્ધા તથા વિશ્વાસ ધરાવે છે. જોકે હાલમાં ચાલી રહેલી ipl માં મુંબઇ ઇન્ડિયન્સ ખૂબ સારું પર્ફોર્મન્સ કરી સતત આગળ વધી રહી છે તેવામાં આકાશ અંબાણીએ સિદ્ધિવિનાયક મંદિર પહોંચી મુંબઈ ઈન્ડિયન્સની જીત માટેના પણ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
અંબાણી પરિવાર ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનો હંમેશા સન્માન કરે છે તેથી જ તેના દરેક ફંક્શનમાં તેઓ દરેક લોકોને જયશ્રીકૃષ્ણ કહી આવકાર આપે છે આ પહેલા નીતા અંબાણી તથા મુકેશ અંબાણી ગુજરાતમાં આવેલા દ્વારકાધીશના મંદિરે પણ દર્શન માટે પહોંચ્યા હતા. જેને અનેક તસવીરો તથા વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી.
આ સાથે જ તેમની સાદગી પણ દર વખતે લોકોના દિલ જીતી લેતી હોય છે હાલમાં તો આકાશ અંબાણીની સિદ્ધિવિનાયક મંદિર સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી તથા લોકોએ ગણપતિ બાપા મોરિયા નો નાદ લગાવ્યો હતો.