આકાશ અને શ્લોકા અંબાણીની દીકરી વેદાના પ્રથમ જન્મદિવસની તસ્વીરો આવી સામે, મુંબઈમાં અધધધ કિંમત ની બનાવી સ્પેશિયલ કેક જુઓ વાયરલ તસવીરો
અંબાણી પરિવારના દરેક સેલિબ્રેશન ની ચર્ચા ખૂબ જ ધૂમ મચાવતી હોય છે. થોડા સમય પહેલા જ અંબાણી પરિવારના પ્રી વેડિંગ ફંકશનમાં અનેક સેલિબ્રિટી બિઝનેસમેન તથા સિંગર નો મેળાવડો જોવા મળ્યો હતો. આ સેલિબ્રેશન હાલમાં જ પૂર્ણ થયા છે અને હવે સમગ્ર અંબાણી પરિવાર અનંત અંબાણીના લગ્નની તૈયારીમાં લાગી ચૂક્યો છે.
પરંતુ આ તૈયારીઓ વચ્ચે અંબાણી પરિવારની લાડકી દીકરી વેદાના પ્રથમ જન્મ દિવસની શાનદાર અને ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. સમગ્ર જન્મદિવસની ઉજવણી ક્રુઝમાં દરિયાની વચ્ચે કરવામાં આવી હતી.આ બાદ ફરીવાર મુંબઈ ખાતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તસવીરોમાં અલગ અલગ કેક જોવા મળી રહી છે.
આપણે સૌ લોકો જાણીએ છીએ કે આકાશ અંબાણીએ નવ માર્ચ 2019 ના રોજ શ્લોકા અંબાણી સાથે લગ્ન કર્યા હતા ત્યારબાદ તેમના ઘરે પુત્રનું આગમન થયું હતું જેનું નામ પૃથ્વી રાખવામાં આવ્યું હતું ત્યારબાદ લક્ષ્મીરૂપી દીકરીનું આગમન થયું હતું જેનું નામ વેદા છે. 31 મેના રોજ તેના પ્રથમ જન્મદિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વેદા આ તસ્વીરમાં ખુબ જ સુંદર લાગી રહી છે. પૃથ્વી અને વેદા ભાઈ બહેન ની જોડી લોકો ને ખૂબ જ પસંદ આવી છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણી હવે દાદા દાદી બની ચૂક્યા છે ત્યારે તેઓ તેમના પૌત્રને હંમેશા પ્રેમ કરતા જોવા મળે છે અનંત અંબાણીના પ્રથમ પ્રીવેડિંગ ફંક્શન જામનગર ખાતે દાદા દાદી ની જોડી સાથે વેદા અને પૃથ્વી મસ્તીની પળો માણતા જોવા મળ્યા હતા જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણી પોતાના પુત્ર અને પુત્રી સાથે સાથે પૌત્ર અને પૌત્રીને પણ ખૂબ જ પ્રેમ કરે છે આ વાતથી જ મુકેશ અંબાણીનો સમગ્ર પરિવાર લોકોને ખૂબ જ પસંદ આવે છે.