આલિયા ભટ્ટ બેકલેસ ડેનિમ ડ્રેસમાં લાગે છે ખૂબ જ સુંદર-પોઝ તો એવા આપ્યા કે જુઓ વાયરલ તસવીરો

બોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટ ફરીવાર પોતાના ફેશનને લીધે ચર્ચામાં આવી છે. આલિયા ભટ્ટ અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક તસવીરો શેર કરતી હોય છે જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળતી હોય છે હાલમાં જ તેણે વાયરલ કરેલી તસ્વીરો એ ધૂમ મચાવી દીધી છે. અભિનેત્રી આ પહેલા પણ મેટ ગાલા ઇવેન્ટમાં સાડી ના લુક થી લોકોને દીવાના બનાવી દીધા હતા. આલિયા ભટ્ટ આવી જ રીતે પોતાની ફેશનથી લોકોના દિલ જીતે છે.

થોડા દિવસો પહેલા જ અભિનેત્રી બેકલેસ ડેનિમ મીડી ડ્રેસમાં જોવા મળી હતી.અને હવે ત્યારબાદ આકર્ષક બ્રેલેટ અને પેન્ટના લુક સાથે ધૂમ મચાવી રહી છે. એક અઠવાડિયા પહેલા આલિયા ભટ્ટે પોતાના ચાહકો માટે એક સરપ્રાઈઝ ની વાત કરી હતી. આ બાદ અભિનેત્રીએ સરપ્રાઈઝમાં પોતાનો લુક લોકો સમક્ષ પ્રસ્તુત કર્યો હતો. આ ડ્રેસમાં ગુલાબી ફ્લોરલ પ્રિન્ટથી શણગારેલી ઓફ-વ્હાઈટ ડીપ વી-નેક બ્રાલેટ છે. આ ડ્રેસની સ્ટાઇલમાં વધારો કરવા માટે અભિનેત્રીએમેચિંગ પેન્ટ સાથે પહેર્યું હતું.

મેચિંગ ફુલ-સ્લીવ જેકેટ સાથે પોતાનો લુક કમ્પલેટ કર્યો હતો. સેલિબ્રિટી ફેશન સ્ટાઈલિશ પ્રિયંકા કાપડિયા બદાની દ્વારા આસિસ્ટેડ, આલિયાએ તેના અદભૂત લુકને મલ્ટી-લેયર્ડ ગોલ્ડન ચેઈન નેકલેસ સાથે સ્ટાઈલ કરી હતી.આ લુક સાથે અભિનેત્રીએ ખૂબ જ આકર્ષક અંદાજમાં પોઝ આપ્યા હતા. આ તસવીરના કેપ્શન માં અભિનેત્રીએ લખ્યું હતું કે FROM NOT SO LONG AGO લોકોને આ કેપ્શન પણ ખૂબ જ પસંદ આવ્યું હતું. અભિનેત્રીએ ખુલ્લા વાળ સાથે લોકોને દીવાના બનાવી દીધા હતા.

આ તસવીરને અત્યાર સુધી બે મિલિયન કરતાં વધારે લાઇક મળી ચૂકી છે અને 5000 કરતાં વધારે ચાહકો તરફથી કોમેન્ટ મળી હતી લોકોએ કોમેન્ટના માધ્યમથી આલિયા ભટ્ટની સુંદરતાના ખૂબ જ વખાણ કર્યા હતા. આલિયા ભટ્ટ આજે એક દીકરીની માતા બની ચૂકી છે છતાં પણ પોતાની સુંદરતામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી પ્રતિદિન આલિયા ભટ્ટની સુંદરતામાં વધારો જોવા મળે છે આવનારા સમયમાં આલિયા ભટ્ટ બોલીવુડ ની ફિલ્મમાં ધૂમ મચાવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલમાં તો આલિયા ભટ્ટનો આ અનોખા અંદાજ નો લુક સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે અને લોકોને ખૂબ પસંદ આવ્યો હતો.
