મેટ ગાલા ઇવેન્ટમાં આલિયા ભટ્ટએ પ્રેસ્ટલ ગ્રીન સાડી સાથે જોરદાર એન્ટ્રી કરી, આ સાડી ની કિંમત અને વિશેષતા જાણી લોકો પણ હેરાન રહી ગયા
બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાના ફિલ્મો સાથે સાથે આઉટફીટ અને અનેક ઇવેન્ટ ને કારણે ચર્ચામાં રહે છે. આજના સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આલિયા ભટ્ટ પોતાના અનેક સફળતાના શિખરો પ્રાપ્ત કરી રહી છે.તેથી જ તેના ખૂબ મોટી સંખ્યા માં ચાહકો રહેલા છે.જે તેમને ખૂબ પ્રેમ કરે છે.

આલિયા ભટ્ટ પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા એકાઉન્ટ ના માધ્યમ દ્વારા હંમેશા એક્ટિવ રહે છે તે અવારનવાર અનેક તસવીરો અને વિડિયો શેર કરતી હોય છે આલિયા ભટ્ટે થોડા સમય પહેલાં જ યોજાયેલા મેટ ગાલા 2024 માં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં આલિયા ભટ્ટ પોતાના તમામ ફેન્સી આઉટફીટ છોડી સંપૂર્ણ ભારતીય પહેરવેશ અને સંસ્કૃતિની સાડીમાં જોવા મળી હતી.

આ સાડી ભારતના પ્રસિદ્ધ ડિઝાઇનર દ્વારા બનાવવામાં આવી હતી. આલિયા ભટ્ટ આકર્ષક અને ચમકદાર સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સાથે સાથે આલિયા ભટ્ટનો ગંગુબાઈ જેવો લુક ફરીવાર લોકો સામે આવ્યો હતો. આલિયા ભટ્ટે લોકો સમક્ષ વાત કરતા કહ્યું હતું કે હું આ ઇવેન્ટ માટે ખૂબ જ ખુશ છું આપ સૌ લોકોનો આભાર વ્યક્ત કરું છું. આ પહેલા યોજાયેલી 2023મી ઇવેન્ટ માં આલિયા ભટ્ટ નો લુક લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો હતો.

આલિયા ભટ્ટે ફરીવાર 2024 માં સાડી સાથે ઇવેન્ટમાં હાજરી આપી લોકોના દિલ જીતી લીધા હતા. અભિનેત્રી પેસ્ટલ ગ્રીન સાડીમાં રૂપ રૂપ નો અંબાર લાગી રહી હતી. આ સાડી સાથે આલિયા ભટ્ટે પહેરેલી જ્વેલરી પણ લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી. સાડીમાં તમામ કાર્યો ખૂબ જ ઝીનવટ ભર્યા રીતે થયા હતા. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો આલિયા ભટ્ટનો આ લુક સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. અભિનેત્રીએ આ પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરતા ની સાથે જ લાખોની સંખ્યામાં તેમના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી કોમેન્ટ દ્વારા આલિયા ભટ્ટ ની સુંદરતાના લોકોએ મન ભરીને વખાણ કર્યા હતા. આ સાથે સાથે તેનો સાડી વાળો લુક લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.

આલિયા ભટ્ટ ની આ સાડી ૧૬૩ કુશળ કારીગર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. અને તેને બનાવવામાં 1905 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ સાડી સાથે આલિયા ભટ્ટે ખૂબ જ આકર્ષક અંદાજમાં પોઝ આપ્યા હતા. આ સાડી વિશે જ્યારે દર્શકો દ્વારા આલિયા ભટ્ટ ને પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે આ સાડી બનાવવા પાછળ તમામ કુશળ કારીગરોનો ખૂબ મોટો ફાળો છે હું તેને મળવા માગું છું આલિયા ભટ્ટે તમામ કારીગરોને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કારીગર પ્રત્યયનો આવો ભાવ જોઈ દરેક ઉપસ્થિત અને ચાહકોના દિલ ખુશ થઈ ગયા હતા. હાલમાં તો તેમની આ ઇવેન્ટ અને તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.
One Comment