વાહ દિલ જીતી લીધું!! ચેન્નઈ સુપર કિંગ્સ ના તમામ ખેલાડી ઓ એ મહેન્દ્રસિંહ ધોની સાથે કેક કટીંગ કરી બેટ ડોક્ટર નો જન્મદિવસ ઉજવ્યો,જુઓ વાયરલ તસવીરો
Ipl 2024 માં સીએસકે ની ટીમ આ વર્ષે પણ કપ જીતવાના અંદાજમાં લાગી રહી છે સાથે સાથે આ વર્ષે મહેન્દ્રસિંહ ધોની નહીં પરંતુ નવા યુવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ હેઠળ સીએસકે ટીમ રમી રહી છે ઋતુરાજ એ પણ પોતાની ટીમ માટે ખૂબ રન બનાવી અનેક વાર પોતાની ટીમને વિજેતા બનાવી છે. આ માહોલ વચ્ચે સીએસકે ના અનેક વિડીયો વાયરલ થતા હોય છે.

હાલ વાયરલ થયેલા વીડિયોમાં આપ જોઈ શકો છો કે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ મહેન્દ્રસિંહ ધોની સાથે સમગ્ર ટીમ બેટ ડોક્ટરનો બર્થ ડે સેલિબ્રેશન કરી રહી છે. થોડા સમય પહેલા સીએસકેના ખેલાડી ડેવિડ કોન્વે એ સરવણન ને સી એસ.કે નો બેટ ડોક્ટર કહી રહ્યો હતો. આ બાદ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ તેનો બર્થ ડે ખૂબ જ અનોખા અંદાજમાં સેલિબ્રેશન કર્યો હતો જેમાં સીએસકે ના તમામ ખેલાડીઓ હાજર રહ્યા હતા.

આ સાથે સાથે કેક કટીંગ કરી તમામ લોકોએ બેટ ડોક્ટર ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વાયરલ વીડિયોમાં મહેન્દ્રસિંહ ધોનીએ પણ બેટ ડોક્ટર ને કેક ખવડાવી બર્થ ડે ઉજવ્યો હતો. ધોની ની આ જ સાદગી દરેક લોકોના દિલ જીતી લે છે. આ વિડીયો ચેન્નઈ સુપર કિંગ્સ સોશિયલ મીડિયા પેજ પરથી વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં ચેન્નઈ સુપર કિંગ્સ ના તમામ ચાહકોએ સમગ્ર ટીમના અને ખેલાડીઓના મન ભરીને વખાણ કર્યા હતા.

હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ ની ત્રણ મેચ બાકી છે ત્યારે જોવાનું એ રહ્યું કે હવે આગળના સમયમાં સીએસકે ની ટીમ પોતાનું પફોમન્સ કરી કેવી રીતે આગળ વધી શકે છે. જોકે ગયા વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સ વર્સીસ ગુજરાત ની ટીમ વચ્ચે ફાઇનલ રમાઈ હતી જેમાં જાડેજા ની જોરદાર બેટિંગથી ચેન્નઇ સુપરકિંગ્સ 2023 ipl જીતવામાં સફળ રહી હતી તેવામાં હવે ફરીવાર 2024 ની ipl જીતવા માટે ચેન્નઇ સુપરકિંગ્સ ની ટીમ તમામ પ્રયાસો કરી રહી છે.

பிறந்தநாள் வாழ்த்துக்கள் சரவணா!
— Chennai Super Kings (@ChennaiIPL) May 7, 2024
Celebrations in the house for the Bat Doctor’s birthday!#WhistlePodu #Yellove
@BritishEmpireOf pic.twitter.com/Ox1U0X1Pl5