અનંતના લગ્નમાં ફિલ્મના તમામ સુપર સ્ટાર એ કર્યો ધમાકેદાર ડાન્સ બોલિવૂડની અભિનેત્રીઓએ દમદાર અંદાજમાં ઠુમકા લગાવ્યા જુઓ વિડિયો
ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે આયોજિત થયા હતા. આ લગ્ન પ્રસંગને વધારે ખાસ અને વિશિષ્ટ બનાવવા માટે સમગ્ર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના અનેક અભિનેતા અને અભિનેત્રીઓ જોવા મળ્યા હતા માત્ર એટલું જ નહીં પરંતુ દેશ વિદેશના બિઝનેસમેન ફિલ્મના ડાયરેકટર સાઉથ ઇન્ડસ્ટ્રીઝના સુપર સ્ટાર તથા ક્રિકેટ જગતના અનેક ખેલાડીઓ આ લગ્ન પ્રસંગમાં જોવા મળ્યા હતા. અંબાણી પરિવાર તરફથી તમામ બોલીવુડ સેલિબ્રિટી નું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.અને બોલિવૂડના સુપરસ્ટાર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

આપને જણાવી દઈએ કે અંબાણી પરિવારના ઘર આંગણે એન્ટિલિયાથી લગ્ન સ્થળ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર સુધી શાનદાર અને ધમાકેદાર જાન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દુલ્હા અનંત અંબાણી કરોડોની લક્ઝરીયસ કારમાં સામેલ થયા હતા. આ જાનમાં કંપનીના કર્મચારીઓએ મન મૂકીને ડાન્સ કર્યો હતો માત્ર એટલું જ નહીં પરંતુ તમામ બોલીવુડ સેલિબ્રિટી એ પણ ડાન્સ ની મજા માણી હતી. આ વાયરલ વીડિયોમાં પ્રિયંકા ચોપરા સૌપ્રથમ જોવા મળી રહી છે જે દમદાર ડાન્સનો અંદાજ બતાવી રહી છે.

રણવીર સિંહ સાથે આલિયા ભટ્ટ પણ ડાન્સમાં જોવા મળી હતી. આ સાથે ક્રિકેટ જગતના ખેલાડીઓ મહેન્દ્રસિંહ ધોની અને તેમની પત્ની સાક્ષી અને દીકરી જીવા આ આ સાથે શિખર ધવન પણ ભાંગડા કરતા જોવા મળ્યા હતા.ક્રિતી સેનન પણ દમદાર ઠુમકા લગાવી રહી છે આ સાથે સાઉથ ફિલ્મના સુપરસ્ટાર રજનીકાંત પણ પોતાનો સાઉથ ઇન્ડિયન ડાન્સ કરી રહ્યા છે. અનન્યા પાંડે સાથે અનિલ કપૂર એ ડાન્સ ની મજા માણી હતી. ઓરી ઈશાન કિશન હાર્દિક પંડ્યા હનિસીંગ તમામ લોકો સ્ટેજ પરફોર્મન્સ પર ડાન્સ કરી રહ્યા છે જેની તસવીરો અને વિડિયો કેમેરામાં કેદ થયા હતા.

આ ડાન્સ ના માહોલ વચ્ચે માધુરી દીક્ષિતે ચોલી કે પીછે ક્યા હૈ ડાન્સ કર્યો હતો આ ડાન્સ જોઈ તમામ લોકો તેમના દીવાના બની ગયા હતા. તમામ અભિનેતા અને અભિનેત્રીઓએ પોતાની ફિલ્મના ગીત ને યાદ કરી અલગ અલગ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ ડાન્સના સ્ટેજ પરફોર્મન્સ માટે વિદેશના સિંગરો પણ હાજર રહ્યા હતા જેમણે તમામ લોકોને મન મૂકીને જુમાવ્યા હતા. આ લગ્ન પ્રસંગના સ્થળે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી જાણે એકસાથે જુમી ઉઠી હોય તેવું દ્રશ્ય ઉભું થયું હતું.
