પરબધામમાં યોજાયેલ લોક ડાયરામાં અલ્પાબેન પટેલે રમઝટ જમાવી સ્ટેજ પર લાખો રૂપિયાનો થયો વરસાદ જુઓ ખાસ તસવીરો
અષાઢી બીજ ના પાવન પર્વ નિમિત્તે પવિત્ર જગ્યા પરબધામ ને આંગણે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતુ. પરબધામ ની આ જગ્યા ગુજરાત રાજ્યના ભેસાણ તાલુકામાં આવેલી છે. આ ધામ દરેક ભક્તોની શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થામાં વધારો કરે છે. આ જગ્યામાં દર વર્ષે અષાઢી બીજ ના પાવન પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે જ્યાં ખૂબ જ દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે પરબધામના પાવન આંગણે પધારતા હોય છે. અને પરબના પીરના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે. આબાદ રાત્રી ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવે છે જેમાં ગુજરાતના અનેક કલાકારો વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહી ભજન ભક્તિની રમઝટ જમાવે છે.
માત્ર આટલું જ નહીં પરંતુ અષાઢી બીજ ના પાવન પર્વ પર પરબધામમાં શોભાયાત્રા, ભજન કીર્તન સાધુ-સંતાના પ્રવચન અને તેમના આશીર્વાદ સમારોહ,ભવ્ય લોકમેળો,અને પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પરબધામમાં થયેલા લોક ડાયરામાં ગુજરાતી કલાકાર અલ્પાબેન પટેલે હાજરી આપી હતી અને પોતાના સુરથી ડાયરામાં ઉપસ્થિત તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આપણે સૌ લોકો જાણીએ છીએ કે અલ્પાબેન પટેલ ના લોક ડાયરામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો તેમના સુર ને સાંભળવા માટે પહોંચતા હોય છે.
આ વર્ષે પણ અલ્પાબેન પટેલે પરબધામ ના લોક ડાયરામાં ઉપસ્થિત રહી તમામ લોકોને ખૂબ જ મોજ કરાવી હતી. આ ડાયરામાં અલ્પાબેન પટેલ પર પૈસાનો વરસાદ કરી દેવામાં આવ્યો હતો અને સ્ટેજ પૈસાથી છલોછલ ભરાઈ ગયો હતો. તેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને અલ્પાબેન પટેલના ચાહકો એ લાઈક અને કોમેન્ટ કરી ખૂબ જ વખાણ કર્યા હતા. આ પાવન પર્વ નિમિત્તે પરબધામના સમગ્ર મંદિરને લાઈટના ડેકોરેશન થી શણગારવામાં આવ્યું હતું તથા લાખોની સંખ્યામાં ભક્તોએ મહા આરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો અહીં ઘણા લોકો અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે પગપાળા દર્શન કરવા માટે પણ પધારતા હોય છે.
અનેક સાધુ સંતોની વિશિષ્ટ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શોભા વધારે ખીલી ઉઠી હતી. આ ડાયરામાં અલ્પાબેન પટેલ ઉપરાંત પિયુષ મિસ્ત્રી, ચેતન દવે હરેશ દાન ગઢવી જેવા લોકપ્રિય કલાકાર ઉપસ્થિત રહી સંતવાણી ભજન ડાયરાની લોકોને મોજ કરાવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ પરબધામમાં યોજાયેલ અષાઢી બીજનો પાવન પર્વ લોકો માટે ખૂબ જ ઉત્સાહ,શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાથી ભરેલો હતો. આ પાવન જગ્યાએ અનેક તહેવારોની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.