|

અલ્પાબેન પટેલે કાઠીયાવાડી અંદાજમાં ગુલાબી ચણિયાચોળી પહેરી કરાવ્યું ફોટોશૂટ, જુઓ વાયરલ તસવીરો

લોકસંગીત ક્ષેત્રે ગુજરાતના કલાકાર અલ્પાબેન પટેલે પોતાની એક અલગ ઓળખ લોકોની વચ્ચે ઊભી કરી છે આજ કારણથી અલ્પાબેન પટેલ આજે પોતાના સફળતાના શિખરો પ્રાપ્ત કરી માત્ર પટેલ સમાજને નહીં પરંતુ સમગ્ર ભારતને ગર્વ અપાવી રહ્યા છે. અલ્પાબેન પટેલ ના દરેક લોક ડાયરામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે આ જ સાથે નવરાત્રિના દિવસોમાં પણ અનેક જગ્યાએ અલ્પાબેન પટેલ હાજર રહી તમામ ગુજરાતીઓને ગરબે જુમાવતા હોય છે.

આજના સમયમાં અલ્પાબેન પટેલ માત્ર દરેક ગુજરાતીઓના દિલમાં રાજ કરી રહ્યા છે. અલ્પા પટેલને અનંત અંબાણીના પ્રીવેડિંગ ફંક્શન નિમિત્તે અંબાણી પરિવાર દ્વારા લોક ડાયરા નું આમંત્રણ આપવામાં આવ્યું હતું. સમગ્ર અંબાણી પરિવારે અલ્પાબેન પટેલના સુરના મન ભરીને વખાણ કર્યા હતા તથા અલ્પાબેન પટેલ નું સમગ્ર અંબાણી પરિવાર દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

દેશના સૌથી અમીર પરિવાર દ્વારા અલ્પાબેન પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ વાતથી દરેક લોકોને અલ્પાબેન પટેલે ગર્વ પામ્યું હતું. તેઓ હંમેશા પોતાના સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે અને લોક ડાયરા સાથે સાથે પોતાની અનેક આકર્ષક તસવીરો શેર કરતા હોય છે જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે હાલમાં જ અલ્પાબેન પટેલે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તસવીર શેર કરી હતી જે માટે ખૂબ જ આકર્ષક લુક માં જોવા મળ્યા હતા.

તસવીરોમાં આપ જોઈ શકો છો કે અલ્પાબેન પટેલ ગુલાબી કલરની ચણિયા ચોળીમાં એકદમ કાઠીયાવાડી અંદાજમાં લાગી રહ્યા છે આ સાથે તેને ખૂબ જ આકર્ષક અંદાજમાં પોઝ આપી તસવીરની સુંદરતામાં વધારો કર્યો હતો. અલ્પાબેન પટેલ આવી રીતે અવારનવાર ભારતીય સંસ્કૃતિની ઉજાગર કરતા પહેરવેશમાં જોવા મળે છે આટલા મોટા કલાકારો હોવા છતાં પણ પોતાની સંસ્કૃતિને સંસ્કારો હંમેશા સાથે રાખે છે.

આ કારણથી જ અલ્પાબેન પટેલ લોકોને ખૂબ જ લોકપ્રિય બન્યા છે. આટલું જ નહીં પરંતુ આ તસવીરમાં જોવા મળી રહેલી જ્વેલરી એ પણ લોકોને દીવાના બનાવી દીધા હતા. હાલમાં આ તસવીરને 5000 કરતા પણ વધારે લાઇક મળી ચૂકી ચા સાથે સાથે લોકોએ કોમેન્ટ દ્વારા અલ્પાબેન પટેલના આ કાઠીયાવાડી લુક ના મન ભરીને વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *