અલ્પાબેન પટેલે બ્લુ કુર્તી સાથે આપ્યા ખુબ જ સુંદર પોઝ, જુઓ વાયરલ તસવીરો
ગુજરાતમાં સંગીત ક્ષેત્રે અલ્પાબેન પટેલ આજે દરેક ગુજરાતીઓના દિલમાં રાજ કરી રહ્યા છે. અલ્પાબેન પટેલ ના દરેક કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો તેમને સાંભળવા માટે ભેગા થતા હોય છે આ પરથી અંદાજો લગાવી શકાય કે અલ્પાબેન પટેલના ચાહકો તેમના દીવાના છે. થોડા સમય પહેલા અલ્પાબેન પટેલે ગામડાના સુંદર વાતાવરણમાં ફોટો શૂટ કરાવી સૌ લોકોના દિલ જીતી લીધા હતા આ તસ્વીરને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ પસંદ કરી હતી કારણ કે અલ્પાબેન પટેલે ગામડાની જૂની યાદોને ફરીથી પોતાની તસ્વીરો દ્વારા તાજા કરાવી હતી.

અલ્પાબેન પટેલને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના ફંકશન નિમિત્તે યોજાયેલા લોક ડાયરામાં આમંત્રણ મળ્યું હતું આ ડાયરામાં સમગ્ર અંબાણી પરિવાર દ્વારા અલ્પાબેન પટેલનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. અલ્પાબેન પટેલ ના ગીતો આજે સમગ્ર વિશ્વમાં સાંભળવા મળે છે. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અવારનવાર અલ્પાબેન પટેલ અને તસવીરો અને વિડિયો શેર કરતા હોય છે જેમાં તેના ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ મળે છે.

હાલમાં અલ્પાબેન પટેલે બ્લુ કુર્તી સાથે ખૂબ જ આકર્ષક અંદાજમાં પોઝ આપી ફોટોશૂટ કરાવ્યું હતું જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. આ તસ્વીરના કેપ્શન માં અલ્પાબેન પટેલ દ્વારા લખવામાં આવ્યું હતું કે મ્યુઝિક ઇસ ધ વોઇસ ઓફ સોલ અલ્પાબેન પટેલ સંગીતને પોતાનું સર્વસ્વ માની તેને ખૂબ જ પ્રેમ કરે છે તેમના ગળામાં સાક્ષાત માં સરસ્વતી બિરાજમાન છે આ કારણથી તેમનો સૂર એ દરેક લોકોના દિલમાં વિશિષ્ટ જગ્યા બનાવી છે.

આ તસવીરમાં અત્યાર સુધી 10,000 કરતાં વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમાં તેમના ચાહકો તરફથી અલ્પાબેન પટેલની તસવીરના ખૂબ જ વખાણ કર્યા હતા થોડા સમય પહેલા અલ્પાબેન પટેલ ભારતની પાવન ભૂમિ હરિદ્વારમાં જોવા મળ્યા હતા જ્યાં તેમને માં ગંગા નદી મા સ્નાન કરી ધન્યતા નો અનુભવ કર્યો હતો. ત્યારબાદ સાંજે માં ગંગાના સાનિધ્યમાં ભવ્ય લોક ડાયરા નું આયોજન થયું હતું જેમાં અલ્પાબેન પટેલ પર પૈસાનો વરસાદ જોવા મળ્યો હતો.