કિર્તીદાન ગઢવીનું ફેમસ થયેલું ગીત “તેરી લાડકી મે” અલ્પાબેન પટેલે ગાતા ની સાથે જ ઉપસ્થિત તમામ લોકો ભાવુક થઈ ગયા વાયરલ વિડિયો જોઈ તમે પણ રડી પડશો

હાલમાં ગુજરાતના અનેક કલાકારો દેશ વિદેશોમાં લોક ડાયરામાં ઉપસ્થિત થઈ રહ્યા છે તેવામાં થોડા સમય પહેલા જ ગુજરાતના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી અને લોકગાયિકા અલ્પાબેન પટેલે એકસાથે લોક ડાયરામાં ઉપસ્થિત લોકોને મોજ કરાવી હતી જેની અનેક તસવીરો તથા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. થોડા સમય પહેલા કિર્તીદાન ગઢવી ના સમગ્ર પરિવારે ઉજ્જૈન મહાકાલ મંદિરની મુલાકાત લીધી હતી.

જેમાં કિર્તીદાન ગઢવીએ મહાકાલ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા નો અનુભવ કર્યો હતો તથા સમગ્ર પરિવાર સંપૂર્ણ ભારતી પહેરવેશમાં માથામાં તિલક લગાવી ઉજ્જૈન મહાકાલ મંદિરમાં જોવા મળ્યો હતો જેની તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

કિર્તીદાન ગઢવી અને અલ્પા પટેલ આજના સમયમાં લોકસંગીત અને એક અલગ ઓળખ આપી છે. બંને લોકો ઘણીવાર એક સાથે અનેક ડાયરામાં જોવા મળે છે બંનેના સુર લોકોના દિલ જીતી લે છે આજ કારણથી આજે તેઓ લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે. થોડા સમય પહેલા મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના ફંકશન નિમિત્તે લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલ્પા પટેલ અને કિર્તીદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.

અંબાણીના સમગ્ર પરિવાર દ્વારા અલ્પા પટેલ અને કિર્તીદાન ગઢવી ના સૂર ના વખાણ કર્યા હતા તથા બંને લોકોને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. બંને કલાકારોએ સમગ્ર ગુજરાત અને વિશ્વને ગર્વ અપાવ્યું છે. હાલમાં યોજાયેલા ડાયરામાં અલ્પાબેન પટેલ અને કિર્તીદાન ગઢવી તમામ લોકોને મોજ કરાવી હતી.

વાયરલ થયેલા લોક ડાયરા ના વીડિયોમાં તમે જોઈ શકો છો કે અલ્પાબેન પટેલે કિર્તીદાન ગઢવી નું ફેમસ થયેલું ગીત લાડકી ગાયું હતું. આ ગીત ના કેપ્શન માં લખવામાં આવ્યું હતું કે લાડકી ગીત દુનિયાની તમામ દીકરીઓ માટે સમર્પિત છે. અલ્પાબેન પટેલના સુર સાથે કિર્તીદાન ગઢવી પોતાનો સુર ભેગો કરી તમામ લોકોને લાડકી ગીતથી ભાવુક કરી દીધા હતા.

કિર્તીદાન ગઢવી નું આ ગીત એ બહુ ધૂમ મચાવી હતી. કિર્તીદાન ગઢવી હંમેશા દીકરીઓને માન સન્માન આપે છે આ જ કારણથી તેઓ લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે. ત્યારે આજે ફરીવાર અલ્પાબેન પટેલે આ ગીત ગાય તમામ લોકોને ભાવુક કરી દીધા હતા. હાલમાં તો આ લોક ડાયરાની ઝલક સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *