ગુજરાતના કલાકાર અલ્પાબેન પટેલએ આકર્ષક પોઝ આપી કુર્તી સાથે તસવીરો શેર કરી, કેપ્શન એવું લખ્યું કે લોકોના દિલ જીતી લીધા
ગુજરાતના અનેક લોકસંગીતના કલાકારો પોતાના જીવનમાં સફળ થઈ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે તેમાં પણ ગુજરાતી કલાકાર એવા અલ્પાબેન પટેલ ના કાર્યક્રમો આજે અનેક જગ્યાએ જોવા મળે છે તેમને સાંભળવા માટે આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે ખૂબ જ નાનકડા પરિવાર માંથી આવતા અલ્પાબેન પટેલ આજે સમગ્ર વિશ્વમાં લોકસંગીતનો ડંકો વગાડી રહ્યા છે તે અવારનવાર સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે તેમના થોડા સમય પહેલા જ પોતાની આકર્ષક તસવીરો શેર કરી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં લાયક અને કોમેન્ટ જોવા મળી હતી.
વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે અલ્પાબેન પટેલે ગ્રીન અને વાઈટ કોમ્બિનેશન સાથે સુંદર મજાની કુર્તી પહેરી છે આ કૃતિ સાથે તેમણે આકર્ષક પોઝ આપ્યા હતા જે લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. અલ્પાબેન પટેલ આટલા મોટા કલાકાર હોવા છતાં પણ પોતાના સંસ્કારોને સંસ્કૃતિ ભૂલ્યા નથી તે હંમેશા સાદગીમાં જોવા મળે છે આ કારણથી જ અન્ય કલાકારોની તુલનામાં અલ્પાબેન પટેલ આજે આગળ રહ્યા છે.
આ તસવીરમાં બી પ્રેંક નું સુપરહિટ થયેલું ગીત તું મારો દરિયો પોસ્ટ કરવામાં આવ્યું હતું આ સાથે સાથે તસવીરમાં લખેલા કેપ્શન એ દરેક લોકોને ખુશ કરી દીધા હતા કેપ્શન માં લખ્યું હતું કે ગમ તું ના રાખ, ગમતું રાખ. આ જીવન છે આજીવન નથી.આવા પ્રેરણાત્મક કેપ્શન થી અલ્પાબેન પટેલે તસવીર દ્વારા તમામ લોકોને પ્રેરિત કર્યા હતા. આ સાથે સાથે અલ્પાબેન પટેલ મા ખોડીયાર પર અતુટ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે. આ કારણથી તેઓ પોતાની દરેક તસવીરમાં જય ખોડીયાર અચૂક પણે લખે છે.
આ કુર્તીની ખરીદી અલ્પાબેન પટેલે ફેશન ડિઝાઈનર વૈશાલી માંથી કરી હતી. આ સાથે સાથે તસવીરમાં જોવા મળેલી જ્વેલરી સમર્પણ જ્વેલરી ફેશનમાંથી ખરીદી હતી. હાલમાં તો આ તસવીર સોશિયલ મીડિયામાં ચારેકોર ધૂમ મચાવી રહી છે જેમાં અત્યાર સુધી 10,000 કરતાં પણ વધારે લાઇક મળી ચૂકી છે.
One Comment