|

માથામાં તિલક લગાવી હાથમાં કરતાલ સાથે કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળ્યા ગુજરાતી સંગીતકાર અલ્પાબેન પટેલ, તસવીરો જોતા તમારું દિલ ખુશ થઈ જશે

ગુજરાતી સંગીતકાર અલ્પાબેન પટેલ આજે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકસંગીતનો ડંકો વગાડી રહ્યા છે અને પોતાની એક અલગ અને નામના દરેક લોકોના દિલમાં બનાવી દીધી છે અલ્પાબેન પટેલ ખુબ જ મધ્યમ પરિવારમાંથી આવી આજે સફળતાના દરેક શિખરો સંગીત ક્ષેત્રે પ્રાપ્ત કરી રહ્યા છે આ મુકામ સુધી પહોંચવા માટે તેમને પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કર્યા છે આ કારણથી જ તેઓએ આજે લોકસંગીતમાં વિશિષ્ટ નામના મેળવી લીધી છે. અલ્પાબેન પટેલ ના દરેક કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં તેમના ચાહકો તેમને સાંભળવા માટે હાજર રહેતા હોય છે અલ્પાબેન પટેલ પણ તેમના ચાહકો સાથે હંમેશા સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા જોડાયેલા રહે છે તેઓ હવે ટૂંક જ સમયમાં પોતાનું નવું ગીત લાવવા જઈ રહ્યા છે.

આ ગીતના શૂટિંગ સેટ ની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તેમના ચાહકોએ ગીતની સફળતા માટે શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી. આપને જણાવી દઈએ કે અલ્પા પટેલ ના દરેક ગીતો આજે સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે તેવામાં હવે તેનું આવનારું નવું ગીત ખૂબ જ સફળતા પ્રાપ્ત કરે તેવી આશાઓ તેમના ચાહકો લગાવી રહ્યા છે. આપણે સૌ લોકો જાણીએ છીએ અલ્પાબેન પટેલ પોતાના કુળદેવી આઈ શ્રી માં ખોડીયાર માતાજી પર શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે. આ કારણથી તેમને પોતાના નવા ગીત ની શરૂઆત પણ મા ખોડીયાર ના નામ સાથે કરી હતી.

શૂટિંગ સેટ ની આ તસવીરોને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમા તેમના ચાહકો તરફથી ખૂબ પ્રેમ સાથ અને સહકાર મળ્યો હતો. હાલમાં જ અલ્પાબેન પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ભક્તિ ભાવથી ભરેલી તસવીરો શેર કરી હતી જેને જોઈ ચાહકોના દિલ પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને ભરપૂર પ્રેમ જોવા મળ્યો હતો.

તસવીરોમાં આપ જોઈ શકો છો કે અલ્પાબેન પટેલ કૃષ્ણ ભક્તિના ભાવમાં લીન જોવા મળ્યા હતા.તે ભગવાન કૃષ્ણની મૂર્તિ સામે બેસી તેમની ભક્તિ કરતાં જોવા મળ્યા હતા. આ તસવીરમાં અલ્પાબેન પટેલ મીરાબાઈ જેમ જ કૃષ્ણ ભક્તિની નજીક જોવા મળ્યા હતા. બંને હાથમાં કરતાલ લઈ ભગવાન કૃષ્ણના ભજનો ગાયા હતા અને માથામાં તિલક પણ લગાવ્યું હતું આ તસ્વીરને અત્યાર સુધી 5000 કરતાં વધારે લાઇક અને કોમેન્ટ જોવા મળી હતી જેમાં તમામ લોકોએ જય શ્રી કૃષ્ણ લખી કોમેન્ટ કરી હતી. હાલમાં તો આ તસ્વીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *