|

ગુજરાતના લોકસંગીતકાર અલ્પાબેન પટેલ હરિદ્વાર ની પાવનધરા પર જમાવશે લોક ડાયરાની રમઝટ, અમદાવાદ એરપોર્ટ પર સુંદર આઉટ ફીટ સાથે વાયરલ થઈ તસ્વીરો

ગુજરાતી લોકસંગીતા અલ્પાબેન પટેલ આજે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં લોકસંગીતનો ડંકો વગાડી રહ્યા છે. તેમના દરેક લોક ડાયરા અને કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અલ્પાબેન પટેલના સુરને સાંભળવા માટે આવતા હોય છે. અલ્પાબેન થોડા સમય પહેલા હરિદ્વાર ના લોક ડાયરામાં હાજરી આપી હતી જેમાં ગુજરાતના અન્ય કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અલ્પાબેન પટેલ અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અને તસવીરો શેર કરતા હોય છે જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે.તેઓ હંમેશા પોતાના સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા ચાહકો સાથે જોડાયેલા રહે છે. થોડા સમય પહેલા જ અલ્પાબેન પટેલે પોતાના સોશિયલ મીડિયા માં અમદાવાદ એરપોર્ટ સાથેની તસવીરો શેર કરી હતી. આપ જોઈ શકો છો કે અલ્પાબેન પટેલે બ્રાઉન અને વાઈટ કલરના કોમ્બિનેશન સાથે શર્ટ પહેર્યો છે.

આ આઉટ ફીટમાં અલ્પાબેન ખૂબ સુંદર લાગી રહ્યા છે લોકોને આ તસ્વીરો ખૂબ જ પસંદ આવી હતી સાથે સાથે તેને હાથમાં પહેરેલી ઘડિયાળ લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ તસવીર પાછળનું બ્રેક ગ્રાઉંડ પણ ખૂબ આકર્ષક અને સુંદર લાગી રહ્યું છે. અલ્પાબેન પટેલે આજે પોતાની મહેનતથી અનેક સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા છે.

મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન નિમિત્તે યોજાયેલા લોક ડાયરામાં અલ્પાબેન પટેલે હાજરી આપી હતી. દુનિયાના સૌથી અમીર વ્યક્તિના પ્રસંગમાં અલ્પાબેન પટેલે હાજરી આપી હોવાથી સમગ્ર ભારત દેશને ગર્વ પામ્યો હતો અંબાણી પરિવારે અલ્પાબેન પટેલ નું સાલ ઓઢાડી ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું. આ લોક ડાયરામાં અલ્પાબેન પટેલે તમામ લોકોને પોતાના સુરથી મંત્રમુગ્ધ કરી દીધા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *