આગામી દિવસોમાં ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદને કારણે મકાનો પણ ડૂબી જશે, અંબાલાલ પટેલે કરી ધ્રુજાવી દે તેવી આગાહી
હાલના દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં અને શહેરોમાં મેઘરાજાએ આગમન કરી દીધું છે આ સાથે જ તમામની આતુરતાનો અંત આવી ગયો છે અને લોકોને કાળઝાળ ગરમી માંથી મુક્તિ મળી હતી. હવામાન વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં જોરદાર વરસાદ જોવા મળ્યો હતો. આ સાથે કહી શકાય કે મેઘરાજા હવે આપણા સૌ પર મહેરબાન થઈ ગયા છે. વરસાદની શરૂઆત સાથે હવામાન વિભાગ દ્વારા અનેક આગાહીઓ સામે આવી છે જેને લઇ તમામ લોકો સતર્ક થઈ ગયા છે. આગામી દિવસોમાં ગુજરાતના અનેક શહેરોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પણ ચોમાસાની શરૂઆત સાથે આગાહી માટે મેદાનમાં ઉતર્યા હતા.
જુલાઈ મહિનાની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ચાર થી આઠ જુલાઈ વચ્ચે ગુજરાતમાં વરસાદ સૌથી વધારે પ્રભાવ પાડી શકે છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે હવે ટૂંક સમયમાં રથયાત્રાનો તહેવાર પણ આવવા જઈ રહ્યો છે ત્યારે આ દિવસે પણ ધીમેધારે વરસાદના એંધાણ જોવા મળશે. આ સાથે 15 અને 16 જુલાઈના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે અને વરસાદનું જોર વધી શકે છે. જેને કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.
હજુ સુધી વરસાદ સૌરાષ્ટ્રમાં કોઈ ખાસ પ્રભાવ પાડી શક્યો નથી પરંતુ આગામી 15 અને 16 જુલાઈના રોજ સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા મન મૂકીને વર્ષે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત,આણંદ, જેવા તમામ શહેરોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોમાં વરસાદનું જોર આગામી દિવસોમાં થોડું ઓછું રહેશે. 28 જૂન સુધીમાં ગુજરાતના તમામ વિસ્તારોને શહેરો વરસાદથી મોટેભાગે પ્રભાવિત થવાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
10 જુલાઈ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારો વરસાદથી પ્રભાવિત થશે. આ સાથે અંબાલાલ પટેલ તરફથી વરસાદનું જોર વધારે હોવાને કારણે વાવાઝોડાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જેવા શહેરોમાં થોડા દિવસોથી ભારે પવન સાથે ધીમીધારે વરસાદ જોવા મળી રહ્યો છે આ કારણથી પવન અને વરસાદનું જોર વધવાને કારણે વાવાઝોડું ઊભું થવાની સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી 7 જુલાઈ સુધી હળવોથી ભારે વરસાદ જોવા મળશે.