અષાઢી બીજ બાદ નક્ષત્રોના આધારે આંબાલાલ પટેલે કરી વરસાદ માટે આગાહી તૈયાર રહેજો આ તારીખે ગુજરાતમાં થશે ચારે તરફ પાણી પાણી
હાલ ગુજરાતના અનેક શહેરોમાં મેઘરાજાના આગમન થઈ ગયું છે પરંતુ દર વર્ષ કરતાં આ વર્ષે શરૂઆતમાં ખૂબ જ ઓછો વરસાદ જોવા મળ્યો હતો જેને કારણે તમામ લોકોમાં ખૂબ જ ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો અને ખેડૂતો પણ ખૂબ જ નિરાશ થતા જોવા મળ્યા હતા. વરસાદની ધીમી ગતિને કારણે હજુ પણ અનેક શહેરોમાં કાળજાળ ગરમી જોવા મળી રહી છે આ કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ચોમાસાની શરૂઆત થઈ ગયા હોવા છતાં પણ હજુ ઉનાળા કરતાં પણ વધારે ગરમી ચારે તરફ જોવા મળી હતી.આ સ્થિતિ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદ માટે આગાહીઓ વ્યક્ત કરી છે.
આપણે સૌ લોકો જાણીએ છીએ કે હજુ હાલમાં જ અષાઢી બીજનો પાવન પર્વ પૂર્ણ થયો તેવામાં અંબાલાલ પટેલે અષાઢી બીજના દિવસે આકાશમાં થયેલા વીજળીના ચમકારા પરથી આગળના દિવસોમાં વરસાદ માટે આગાહીઓ વ્યક્ત કરી છે જેમાં તેણે ચોઘડિયા અને નક્ષત્ર પરથી વરસાદ માટે અંદાજો લગાવ્યો હતો. અંબાલાલ પટેલ ના કહેવાનુસર અષાઢી બીજ ના દિવસે પૂર્વ દિશામાં વીજળીનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું જેના કારણે 8 9 10 તારીખના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા પહેલા કરતાં વધારે પ્રમાણમાં ત્રાટકી શકે છે જેને કારણે સૌરાષ્ટ્રવાસીઓને પણ સતર્ક રહેવા માટેનું સૂચન કર્યું હતું. ગુજરાતના મુખ્ય શહેરોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાદ તેમણે કહ્યું હતું કે અષાઢી બીજ માં આકાશમાં વીજળી થવાથી ખેડૂતો માટે પણ આ વર્ષે ખૂબ જ સારા સમાચાર છે. કારણ કે વીજળી થવાનો સંકેત એ સૂચવે છે કે આ વર્ષે ખેડૂતો માટે વરસાદ થવાને કારણે સારો પાક થવાની શક્યતા છે જેના કારણે ખેડૂત વર્ગમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત રાજકોટ જેવા શહેરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી જેમાં ભારે પવન સાથે પવન ફૂંકાઈ શકે છે. સાથે 7 જુલાઈ થી 11 જુલાઈ વચ્ચે ગુજરાતના તમામ શહેરોમાં ધીમે ધારે વરસાદ રહેશે. આ સાથે જ બંગાળના ઉપસાગરમાં પણ વરસાદને કારણે ઘણા ફેરફારો જોવા મળ્યા હતા જેને કારણે મોન્સૂન પ્રિ એક્ટિવિટી સિસ્ટમ પણ સક્રિય થઈ હતી.
દર વર્ષે ગુજરાતમાં અષાઢી બીજ બાદ વરસાદના એંધાણ જોવા મળે છે પરંતુ આ વર્ષે વરસાદ ની ખૂબ જ ધીમી હોય તેવું લાગી રહ્યું છે જેને કારણે હજુ પણ લોકોને ગરમીનો સામનો કરવો પડી શકે છે પરંતુ અંબાલાલ પટેલ ની આગાહી મુજબ હવે મેઘરાજા અષાઢી બીજ બાદ સમગ્ર ગુજરાતના અનેક શહેરોમાં ધોધમાર વરસી શકે છે આ સમાચાર સાંભળી તમામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે મેઘરાજા કેવી રીતે ગુજરાત પર મહેરબાન થઈ શકે છે.