હે ભગવાન બચાવી લેજો!! ઉનાળાની ગરમીમાં આવી શકે છે તબાહી સાથે સૌથી મોટું વાવાઝોડું અંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી

હાલ સમગ્ર ગુજરાતમાં ગરમી નો પારો સતત વધી રહ્યો છે ગુજરાતના અનેક શહેરોમાં 45 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાયો છે હવામાન નિષ્ણાંત ના કહેવા અનુસાર આ વર્ષે દર વર્ષ કરતા વધારે ગરમી નો સામનો ગુજરાતવાસીઓને કરવો પડ્યો છે. પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે એપ્રિલ મહિનાના છેલ્લા 15 દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે જેથી કરીને દરેક લોકોને ગરમી માંથી રાહત મળી શકે છે ત્યારબાદ વાતાવરણમાં ખૂબ જ મોટો પલટો આવી શકે છે જેને કારણે વાવાઝોડા જેવા દ્રશ્યો પણ સર્જાઇ શકે છે.

પરંતુ એપ્રિલ મહિનાની શરૂઆતમાં ગરમીનો પારો હજુ વધવાની શક્યતા છે જેને કારણે આ આગાહીને લઈ જનજીવન ચિંતામાં મુકાયું છે. એક થી નવ એપ્રિલ સામાન્ય તાપમાન રહેશે પરંતુ 9 એપ્રિલથી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. 12 થી 18 એપ્રિલમાં અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે જેને કારણે વાવાઝોડું તથા છુટોછાયા વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતના અનેક શહેરોમાં વરસાદ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

ગુજરાતના અનેક શહેરોમાં અલગ અલગ પ્રકારે વરસાદ જોવા મળી શકે છે ઘણા શહેરોમાં છૂટો છવાયો વરસાદ તો ઘણા શહેરોમાં ધોધમાર વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો ઘણા વિસ્તારોમાં વાવાઝોડા જેવા દ્રશ્યો જોવા મળી શકે છે. આ સાથે જ પ્રીમન્સુન એક્ટિવિટી શરૂ થશે.

અમદાવાદ સુરત રાજકોટ વડોદરા જેવા શહેરોમાં છૂટો છવાયા વરસાદ જોવા મળી શકે છે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણ પલટવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલમાં તો તમામ ગુજરાતવાસીઓ આંકરા તાપમાનનો સામનો કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં આ વાતાવરણ કઈ તરફ જઈ શકે છે જેને કારણે અનેક લોકોને ગરમી માંથી મુક્તિ મળી શકે. હાલમાં તો દિવસે ને દિવસે ગુજરાતના અનેક શહેરોમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત પણ બની ગયું છે. હાલમાં તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનેક આગાહીઓ વાતાવરણને વ્યક્ત કરી છે હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં વાતાવરણ કેવા ફેરફારો થઈ શકે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *