કરોડો ની કિંમતના ઘરેણા સાથે લાલ સફેદ રંગના પાનેતરમાં સોળે શણગાર સજી અંબાણી પરિવારની થનારી વહુ “રાધિકા મર્ચન્ટ” જુઓ સુંદર તસવીરો
લાંબા સમયની ઉત્સાહ અને આતુરતા બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈના જીઓ સેન્ટર ખાતે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. આ લગ્નને વધારે ખાસ એને વિશિષ્ટ બનાવવા માટે દેશ-વિદેશના મહેમાનો સગા સંબંધી મિત્રો બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી સાઉથ સુપરસ્ટાર ક્રિકેટ જગતના તમામ ખેલાડીઓ દેશ વિદેશના બિઝનેસમેન સહિત તમામ લોકોએ હાજરી આપી આ લગ્ન પ્રસંગને ખાસ બનાવ્યો હતો તેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે ત્રણ જુલાઈથી અનંત અંબાણીના લગ્ન પ્રસંગ માટેના ફંકશન શરૂ કરી દેવામાં આવ્યા હતા અને આખરે 12 જુલાઈના પવિત્ર પાવન દિવસે બંને લોકો લગ્નના પવિત્ર બંધનના બંધાય પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી.
આપણે જણાવી દઈએ કે અનંત અંબાણીના લગ્ન દરેક ઉપસ્થિત લોકો માટે ખૂબ જ ખાસ અને વિશિષ્ટ બન્યા હતા જેને લોકો વર્ષો સુધી યાદ રાખશે. ભારતીય પરંપરા અને હિન્દુ રીત રિવાજ અનુસાર આ લગ્નનું આયોજન થયું હતું. અંબાણી પરિવારની થનારી વહુ રાધિકાએ લગ્ન પ્રસંગના ખાસ અવસર માટે પરંપરાગત લાલ અને સફેદ રંગના પોશાકની પસંદગી કરી હતી. આ પહેરવેશમાં સુંદર ભરત કામ અને કારીગરી કરવામાં આવી હતી જેને ખૂબ મોટી સંખ્યાના કારીગરો સાથે બનાવવામાં આવ્યો હતો. આ પહેરવેશ ગુજરાતી સંસ્કૃતિ અને તેમના વારસાને ઉજાગર કરે છે.
લાલ અને સફેદ રંગના મિશ્રણ પવિત્રતાનું ઉદાહરણ પ્રસ્તુત કરે છે. પરંપરાગત ભારતીય પોશાકમાં અંબાણી પરિવારની દુલ્હન અને વહુ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી. ફેશન ડિઝાઈનર રિયા કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં રાધિકાની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી હતી જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી. રાધિકાએ આ લગ્ન પ્રસંગમાં પોતાની સુંદરતા વધારવા માટે એમની માતા અને બહેન ના લગ્ન માટેના ખાનદાની ઘરેણા પહેર્યા હતા.
હાથીદાંતના જરદોઝી કટ-વર્ક એસેમ્બલમાં પાછળના ઘાગરાનો સમાવેશ થાય છે.જેમાં બીજી અલગ કરી શકાય તેવી પગદંડી 5-મીટર માથાનો પડદો અને ખભાના ટીશ્યુ દુપટ્ટા હોય છે. ઘાગરા લાલ રંગની ત્રણ કિનારીઓ સાથે ચમકે છે. તેની કારીગરી એ નક્શી, સાદી અને જરદોઝીનું શ્રેષ્ઠ મિશ્રણ છે.જે જટિલ ફ્લોરલ બુટીઝમાં સમપ્રમાણરીતે હાથથી ભરતકામ કરેલું છે જે પથ્થરો, સિક્વિન્સ, તાંબા ટિક્કી અને લાલ રેશમના સ્પર્શથી ભવ્ય રીતે શણગારવામાં આવે છે. માથાના પડદામાં અશક્યપણે નાજુક જાલી અને કટ-વર્ક છે.જ્યારે અલગ કરી શકાય તેવી પગદંડી 80 ઇંચની જરદોઝી અજાયબી છે.