અંબાણી પરિવારના ક્યૂટ ફોટોશૂટ કરાવ્યું, તમે આજ સુધી ક્યારેય નહીં જોયા હોય – જુઓ સુંદર તસવીર
એક થી ત્રણ માર્ચ દરમિયાન યોજાયેલા જામનગર ખાતે પ્રી વેડિંગ ફંક્શનમાં અંબાણી પરિવાર પોતાના લોકોને લઈ એક ચર્ચાનો વિષય બની ગયો હતો. તેમની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. જેમાં અંબાણી પરિવારના ચાહકો દ્વારા કોમેન્ટ અને લાઈક નો વરસાદ વરસ્યો હતો. અંબાણી પરિવાર પોતાના શોખને સાથે સાથે પોતાના લુકને લઈ ઘણીવાર ચર્ચામાં આવતો હોય છે. અંબાણી પરિવારના આ પ્રી વેડિંગ ફંકશનમાં અનેક સેલિબ્રિટી ને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
તે જ કારણથી જામનગર ખાતે સેલિબ્રિટીનો મેળવડો જામ્યો હતો. આ તમામ સેલિબ્રિટી ને જોવા માટે જામનગર વાસીઓ મોટી સંખ્યામાં એરપોર્ટ તથા પ્રિ વેડિંગના ફંકશનના સ્થળે ભેગા થયા હતા. અંબાણી પરિવાર આવેલા તમામ મહેમાનોનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. તેમાં મુકેશ અંબાણી પોતાના સમગ્ર પરિવાર સાથે જોવા મળે છે તમામ પરિવારના સભ્યોએ સ્ટેજ પર ખુબ સરસ પર્ફોમન્સ પણ કર્યું હતું તથા તેમને પોતાના સમગ્ર પરિવાર સાથે ફોટોશૂટ પણ કરાવ્યો હતો.
તેની સાથે સાથે આવેલ આમંત્રિત મહિમાનોએ પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે ફોટોશૂટ કરાવી તેમની સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન મુકેશ અંબાણી ખૂબ જ ભાવુક થયા હતા અને તેમણે પોતાના પિતાને યાદ કર્યા હતા. તેમની સાથે સાથે અનંતઅંબાણી અને રાધિકા મર્ચન્ટ ને પણ આશીર્વાદ આપ્યા હતા આટલા મોટા પદ પર હોવા છતાં પણ અંબાણી પરિવાર સંપૂર્ણ ભારતીય પહેરવેશ માં જોવા મળ્યો હતો.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પણ કપલ પોઝમાં ફોટોશૂટ કરાવ્યું હતું આ ફોટોશૂટ દરમિયાન મુકેશ અંબાણી કોટીકુરતામાં તથા નીતા અંબાણી સાડીમાં જોવા મળ્યા હતા ત્યારબાદ અનંત અંબાણી પણ કોટિ કુર્તામાં તથા અંબાણી પરિવારની થનારી વહુ સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળી હતી.
અંબાની પરિવારને આ લોક સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બની ગયો હતો અને લોકોને પણ ખૂબ જ પસંદ આવ્યો હતો. એક ચાહક જણાવે છે કે આટલા મોટા પદ પર હોવા છતાં પણ પોતાના ભારતીય સંસ્કૃતિ ક્યારેય ભૂલ્યા નથી. તે ખરેખર ખૂબ ગર્વની વાત છે આ જ રીતે લોકોએ તેનો લુક ખૂબ જ પસંદ કર્યો હતો.