અનંત રાધિકાની સંગીત સંધ્યામાં અંબાણી પરિવારે પોપ સ્ટાર જસ્ટિન બીબર્સના પર્ફોર્મન્સ માટે 84 કરોડ જેટલા પૈસા નો વરસાદ કર્યો, અંબાણી પરિવાર સહિત સમગ્ર બોલીવુડ ઇન્ડસ્ટ્રી ઝૂમી ઉઠી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન માટેના તમામ ફંકશનનો 3 જુલાઈના રોજ શરૂ થઈ ચૂક્યા હતા પ્રથમ મામેરા વિધિ બાદ રાત્રે રાસ ગરબા નો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ 4 જુલાઈના રોજ સંગીત સંધ્યાના કાર્યક્રમમાં તમામ બોલીવુડ હોલીવુડના સેલિબ્રિટીઓ સહિત દેશ-વિદેશના આમંત્રિત મહેમાનો અને બિઝનેસમેન વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર અંબાણી પરિવાર માટે આ સંગીત સંધ્યા નો કાર્યક્રમ ખૂબ જ ખાસ રહ્યો હતો કારણ કે તેમાં પોપ સ્ટાર જસ્ટિન બીબરને આમંત્રિત કરવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ દરેક બોલીવુડના સેલિબ્રિટઓ એ પોતાની સ્ટાઈલથી અંબાણી પરિવારના ફંકશનમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી પરંતુ આ વચ્ચે જસ્ટિન બીબર્સનું પરફોર્મન્સ લોકોને વચ્ચે ખૂબ જ ખાસ રહ્યું હતું.
જસ્ટિન બીબર્સ નો કાર્યક્રમ ખૂબ જ મોડી રાત્રે આયોજિત કરવામાં આવ્યો હતો. આ પહેલા મુંબઈ એરપોર્ટ ખાતે જસ્ટિન બીબર ની ઝલક જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તેના ગીત આજે સમગ્ર વિશ્વમાં લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે તથા અઢળક તેના ચાહકો રહેલા છે આ કારણથી જ જસ્ટિન બીબર નો કાર્યક્રમ પણ અંબાની પરિવાર માટે વિશિષ્ટ અને વિશેષ બની ગયો હતો. જસ્ટિન બીબર ની ઇવેન્ટ ના વિડીયો સોશિયલ મીડિયામાં લોકોએ જોતા ની સાથે જ લાઈક અને કોમેન્ટ ભરપૂર પ્રમાણમાં કરી હતી. આમ તો જસ્ટિન બીબરના તમામ ગીત લોકોને ખૂબ જ પસંદ આવે છે પરંતુ તેમનું લોકોને મનપસંદ ગીત બેબી આજે પણ સાંભળતા ની સાથે જ દિલ ખુશ થઈ જાય છે.
આ સંગીત સંધ્યાના કાર્યક્રમમાં પણ જસ્ટિન બીબરે બેબી ગીત ગાય તમામ લોકોને નાચવા પર મજબૂર કરી દીધા હતા. આપને જણાવી દઈએ કે આ બેબી ગીત તેણે 14 વર્ષ પહેલાં ગાયું હતું પરંતુ આજ દિન સુધી લોકોને જસ્ટિન બીબરનું આ ગીત ખૂબ જ પસંદ આવે છે. આ કાર્યક્રમમાં બોલીવુડ હોલીવુડના તમામ સેલિબ્રિટીઓ જસ્ટિન બીબરના તમામ સોંગ પર મન મૂકીને ડાન્સ કર્યો હતો જે આ વાયરલ તસવીરોને વીડિયોમાં જોઈ શકો છો. માત્ર એટલું જ નહીં પરંતુ અંબાણી પરિવારના તમામ સભ્યોએ પણ ડાન્સ ની મજા માણી હતી. આ વચ્ચે કપલ રાધિકા અને અનંત અંબાણી પણ રોમેન્ટિક થતા જોવા મળ્યા હતા.
આ વીડિયોમાં જસ્ટિન બીબર સોંગ ગાતા એક છોકરીને હગ કરતો જોવા મળે છે. આપને જણાવી દઈએ કે અંબાણી પરિવારના તમામ સભ્યોને જસ્ટિન બીબર ના સોંગ ખૂબ જ પસંદ આવે છે આ કારણથી જ અનંત અંબાણીની સંગીત સંધ્યામાં જસ્ટિન બીબર્સના પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ બોલીવુડ હોલીવુડના સેલિબ્રિટીઓ ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. આ સાથે જસ્ટિન બીબરે છેલ્લા એક વર્ષથી જાહેરમાં વધારે પર્ફોર્મન્સ કર્યા નથી પરંતુ અંબાણી પરિવારના આમંત્રણ ને માન આપી તેઓએ હાજરી આપી હતી.
અંબાણી પરિવાર એ સંગીત સંધ્યામાં જસ્ટિન બીબર્સના પર્ફોર્મન્સ માટે તેને 84 કરોડ જેટલી કિંમત આપી છે. આ પહેલા પણ અનંત અંબાણીના પ્રિ વેડિંગ ફંક્શનમાં જામનગર ખાતે સિંગર રિહાના ના પર્ફોમન્સ માટે અંબાણી પરિવાર દ્વારા કરોડોની કિંમત ચૂકવવામાં આવી હતી ત્યારબાદ હવે ફરીવાર અનંત અંબાણીની સંગીત સંધ્યામાં જસ્ટિન ના પર્ફોમન્સ માટે 84 કરોડ જેટલી મોટી કિંમત ચૂકવવામાં આવી છે આ કિંમત સાંભળી તમામ લોકોના થોડીવાર માટે હોંશ ઉડી ગયા હતા. પરંતુ હાલમાં તો આટલા કિમતી પર્ફોર્મન્સ ની ચર્ચા ચારે તરફ સોશિયલ મીડિયામાં લોકોની વચ્ચે થઈ રહી છે જેમાં તમામ લોકોએ અલગ અલગ મંતવ્ય અને પ્રતિસાદ આપ્યા હતા.