અંબાણી પરિવારે અનંત અને રાધિકાના લગ્નમાં આવેલા મહેમાનો માટે આપી કરોડોની રિટર્ન ગિફ્ટ, બોક્સ ખોલતાની સાથે જ મળી એવી વસ્તુ કે.. જુઓ વાયરલ વિડીયો
મુકેશ અંબાણીએ પોતાના દીકરા અનંત અને રાધિકાના લગ્ન માટે 5000 કરોડ કરતાં પણ વધારે નો ખર્ચ કર્યો છે આ પરથી કહી શકાય કે લગ્ન માત્ર ભારત દેશ માટે નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે ખૂબ જ યાદગાર બની જશે માત્ર એટલું જ નહીં પરંતુ આ લગ્નમાં દેશ વિદેશના તમામ બિઝનેસમેન બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી સહિત રમત ગમત ક્ષેત્ર અને રાજકારણ ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓએ પણ આ લગ્નમાં હાજરી આપી હતી.
આ સાથે જ આશીર્વાદ સમારોહ માં મંદિરોના સાધુ સંતો મહંતો ધર્મગુરુ યોગગુરૂ સહિત તમામ લોકોએ અનંત અને રાધિકાને લગ્નજીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આ સાથે અંબાણી પરિવારે આમંત્રિત મહેમાનો માટે ખૂબ જ સુંદર અને આકર્ષક ભેટ અર્પણ કરી હતી. આપને જણાવી દઈએ કે અંબાણી પરિવાર પોતાના ઘર આંગણે આવેલા મહેમાનોનું હંમેશા સ્વાગત સન્માન કરે છે તથા તેનો આભાર જરૂરથી માને છે. અંબાણી પરિવાર એ પોતાના દીકરા આનંદના લગ્નને ખાસ એને યાદગાર બનાવવા માટે મહેમાનોને રિટર્ન ગિફ્ટ આપી હતી.
મુકેશ અંબાણીએ અનંતના 25 મિત્રોને 2 કરોડ રૂપિયાની કિંમતની ખાસ ઘડિયાળ ભેટમાં આપી હતી. કર્મચારીઓને પણ ને ચાંદીનો સિક્કો અને ફરસાણ-મીઠાઈનું બોક્સ આપીને તેમનું મુખ મીઠું કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવાર પોતાના દરેક સામાજિક ધાર્મિક અને પારિવારિક પ્રસંગોમાં માત્ર આમંત્રિત મહેમાનોને નહીં પરંતુ પોતાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પણ હંમેશા માન સન્માન આપે છે અને તેમને મોંઘી ગિફ્ટ થી ખૂબ જ ખુશ કરે છે.
અંબાણી પરિવારના ઘર આંગણે મહેમાનોની હાજરીથી પ્રસંગની શોભા વધારે ખીલી ઉઠી હતી આ લગ્ન પૂર્ણ થયા બાદ સમગ્ર અંબાણી પરિવારના સભ્યોએ તમામ આમંત્રિત મહેમાનોનું ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે જ નીતા અંબાણી અને નવી વહુ રાધિકાએ તમામ લોકોને કહ્યું હતું કે આપના વગર અમારો પ્રસંગ અધુરો છે અને આપના વગર અમે પણ કઈ નથી આ કારણથી જ આપનો ખૂબ ખૂબ આભાર આપની હાજરી જ અમારા માટે સર્વસ્વ છે. ભારતીય પરંપરાગત પ્રમાણે અતિથિ દેવોની ભાવના આજે અંબાણી પરિવારના પ્રસંગમાં ઉજાગર થતી જોવા મળે છે. આ રિટર્ન ગિફ્ટ થી અંબાણી પરિવાર એ અતિથિ પ્રત્યેનો પ્રેમ ભાવ અને લાગણી લોકો સમક્ષ રજૂ કરી હતી. તમામ મહેમાનોએ અંબાણી પરિવારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી અનંત અને રાધિકાને લગ્નજીવન માટે શુભકામના આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી હતી.