અંબાણી પરિવારએ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે મુલાકાત કરી અનંત અંબાણીના લગ્નનું આમંત્રણ કાર્ડ આપ્યું, જુઓ વાયરલ તસવીરો
થોડા સમય પહેલા જ મુકેશ અંબાણીના સમગ્ર પરિવારે અનંત અંબાણીના લગ્નનું આમંત્રણ કાર્ડ મહારાષ્ટ્રના સીએમ એકનાથ સિંદેને આપ્યું હતું જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે હવે ટૂંક જ સમયમાં મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. પરંતુ આ લગ્ન પહેલા અંબાણી પરિવાર એ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને તેમના પુત્રને લગ્ન પત્રિકા આપે લગ્નનું આમંત્રણ આપ્યું હતું.

મુકેશ અંબાણી સાથે અનંત અંબાણી પણ અને અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટ પણ જોવા મળી હતી. 12 જુલાઈ ના રોજ અંબાણી પરિવારના ઘર આંગણે શરણાયો ગુંજવા જઈ રહી છે આ લગ્ન પ્રસંગ નિમિત્તે મહારાષ્ટ્રના સીએમ એકનાથ સિંદે ને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તસવીરોમાં સીએમ એકનાથ શિંદે મુકેશ અંબાણીને ફૂલોનો ગુલદસતો આપી સન્માન કરતા જોવા મળે છે. મુકેશ અંબાણીએ પણ મહારાષ્ટ્રના સીએમનો આભાર વ્યક્ત કર્યો હતો તથા તેમની સાથે ખૂબ જ લાંબો સમય વિતાવી વાતચીત કરી હતી.

અંબાણીના સમગ્ર પરિવારે મહારાષ્ટ્રના સીએમ સાથે ફોટોગ્રાફી પણ કરાવી હતી.આ સાથે તેમના પરિવારજનોએ અંબાણી પરિવારની થનારી વહુ ને ગણેશ મહારાજની મૂર્તિ અર્પણ કરી હતી. હાલમાં મુકેશ અંબાણી ની વહુ નીતા અંબાણીએ પણ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરી તેમના ચરણોમાં અનંત અંબાણીના લગ્નની કંકોત્રી અર્પણ કરી હતી. અંબાણી પરિવાર દ્વારા અનેક મંદિરોમાં ભગવાનને લગ્નની કંકોત્રી અર્પણ કરવામાં આવશે આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવાર પોતાના કોઈ પણ કાર્યની શરૂઆતમાં ભગવાનનો આભાર તથા તેમને આમંત્રણ જરૂરથી આપે છે.

આ જ કારણથી અંબાણી પરિવારને આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો ચાહે છે કારણ કે આટલા મોટા અમીર પરિવાર હોવા છતાં પણ પોતાનો કોઈ પણ કાર્યક્રમ ધાર્મિક રીતરિવાજ અનુસાર કરે છે. અને ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિભાવ રાખે છે હાલમાં તો મહારાષ્ટ્રના સીએમ ને આમંત્રણ આપી તેમને લગ્ન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. અનંત અંબાણીના લગ્નમાં દેશ-વિદેશના અનેક મહેમાનો બિઝનેસમેન તથા બોલીવુડ હોલીવુડના સેલિબ્રિટીઓ જોવા મળશે.