Ambani family organized a grand mass wedding for the poor family

અંબાણી પરિવારએ અનંતના લગ્ન પહેલા ગરીબ પરિવાર માટે કર્યું ભવ્ય સમૂહ લગ્નનું આયોજન, લગ્ન કરનાર દંપત્તિને આપી સોના ચાંદી અને કરોડો રૂપિયાની ભેટ જુઓ ખાસ તસવીરો

અંબાણી પરિવારના ઘર આંગણે અનંત અંબાણીના લગ્નને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હવે આ લગ્ન માટે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અંબાણી પરિવારે એ પહેલા એક સેવાનું કાર્ય કરી લગ્ન માટે નો ઉત્સાહ લોકોમાં વધારી દીધો હતો.આ લગ્ન પહેલા અંબાણી પરિવાર દ્વારા વંચિત લોકો માટે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

Ambani family organized a grand mass wedding for the poor family

આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં અંબાણી પરિવારને ચાહનારા લોકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી અંબાણી પરિવારને આવા સેવા કાર્ય માટે આશીર્વાદ અને શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમ મહારાષ્ટ્રના પાલ ઘરમાં સાંજે સાડા ચાર વાગ્યે યોજાયો હતો. એમાં અંબાણી પરિવારના તમામ સભ્યો હાજર રહી લગ્ન કરનાર દંપત્તિઓને આશીર્વાદ પાઠવ્યા હતા.

Ambani family organized a grand mass wedding for the poor family

આ સમૂહ લગ્નમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે તેમના દીકરા દીકરીઓને વહુ વિશિષ્ટ રીતે હાજર રહી લગ્ન પ્રસંગની શોભા વધારી હતી. આ સમૂહ લગ્નમાં 52 જેટલા દંપત્તિઓએ લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. લગ્ન કરનાર તમામ દંપતિઓને અંબાણી પરિવાર તરફથી સોના ચાંદીની ભેટ અને કન્યા માટે સોનાનું મંગળસૂત્ર,સોનાની વીંટી,સોનાની પાયલ,સોનાની બુટ્ટી ભેટ તરીકે આપવામાં આવી હતી. માત્ર આટલું જ નહીં પરંતુ તમામ દંપતિઓને ભારતીય લગ્નની રીત રિવાજ અનુસાર શગુન રૂપે કવરમાં રોકડ રકમ પણ આપવામાં આવી હતી.

Ambani family organized a grand mass wedding for the poor family

આ માત્ર સમુહ લગ્ન નહીં પરંતુ અંબાણી પરિવારની સમાજ પ્રતિ પ્રેમ લાગણી જવાબદારી રજૂ કરે છે. અંબાણી પરિવાર હંમેશા વંચિત પરિવાર માટે સેવાના કાર્ય કરતો રહે છે ખરેખર પોતાના દીકરા અનંત અંબાણીના લગ્ન પહેલા સમગ્ર અંબાણી પરિવાર દ્વારા આ સેવાનું કાર્ય કરી લગ્નની શુભ શરૂઆત કરી હતી. આ કારણથી જ અંબાણી પરિવાર આજે માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યો છે આ માત્ર પ્રથમ વાર નહીં પરંતુ આવી રીતે અનેકવાર અંબાણી પરિવાર દ્વારા સેવાના કાર્ય ના સમાચાર સામે આવ્યા છે.

Ambani family organized a grand mass wedding for the poor family

આટલા મોટા અમીરપદ પર હોવા છતાં પણ અંબાણી પરિવાર પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને સેવા કાર્ય ક્યારે ભૂલ્યા નથી. આ લગ્નમાં જાણે કોઈ પોતાના પરિવારના સભ્ય ના લગ્ન હોય તેવી રીતે અંબાણી પરિવાર એ વંચિત પરિવાર માટે પ્રેમ ભાવના અભિવ્યક્ત કરી હતી.

આ લગ્ન બાદ તમામ દંપતિઓએ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ચરણસ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને બંને લોકોએ તમામ દંપત્તિને આશીર્વાદ આપી નવા લગ્નજીવન માટે શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી હાલમાં આ સેવા કાર્ય ની વાતો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકોએ મન ભરીને સમગ્ર અંબાણી પરિવારના વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *