સમગ્ર અંબાણી પરિવાર એ મુંબઈમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિદાદાના લીધા આશીર્વાદ જાણો કેટલા કરોડોનું કર્યું દાન
ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને આપ સૌ ઓળખતા જ હશો. મુકેશ અંબાણી પોતાના દીકરા અનંત અંબાણીના પ્રિ વેડિંગ ફંક્શન ને લઇ થોડા સમય પહેલા ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા તેના દીકરાના ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યા હતા. મુકેશ અંબાણીનો સમગ્ર પરિવાર આટલા મોટા અમીર પરિવાર હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિ ક્યારેય ભૂલ્યા નથી તે અવારનવાર અનેક મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે.

તેવામાં થોડા સમય પહેલા અંબાણીનો સમગ્ર પરિવાર મુંબઈમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરમાં જોવા મળ્યો હતો. જ્યાં તેમણે સિદ્ધિવિનાયક ગણપતિ દાદા ના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.પરિવારના તમામ લોકોએ પૂજા પાઠનો પણ લાભ લીધો હતો. સિદ્ધિવિનાયક મંદિરમાં મુકેશ અંબાણી શ્લોકા અંબાણી તથા આકાશ અંબાણી અને તેના પુત્રો અને પુત્રીઓ જોવા મળ્યા હતા. સિદ્ધિવિનાયક ટ્રસ્ટ દ્વારા અંબાણી પરિવારનું ખૂબ જ ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું. જોકે અવારનવાર અંબાણી પરિવાર સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લે છે.

આ સાથે જ તેમને ભગવાન ગણેશની મૂર્તિ પણ અર્પણ કરી હતી. સિદ્ધિવિનાયક મંદિરમાં કડક સુરક્ષા બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર અંબાણી પરિવાર સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળ્યો હતો જેને અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં અંબાણી પરિવારના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ કરવામાં આવી હતી તથા ગણપતિ બાપા મોરિયા નો નાદ પણ લગાવવામાં આવ્યો હતો.
