સમગ્ર અંબાણી પરિવાર જોવા મળ્યો ભગવાન શ્રીરામની ભક્તિમાં રંગાયા, ભારતીય સંસ્કૃતિના કર્યા વખાણ – જુઓ સુંદર તસવીર

22 જાન્યુઆરી 2024 ના રોજ આ અનોખા ઉત્સવ ના સાક્ષી બનવા માટે દેશ-વિદેશથી અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા અને આ અનોખા ઉત્સવના ભાગીદાર બન્યા હતા સૌ લોકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. તેમાં પણ ભારતમાંથી પણ મોટેભાગના અમીરો ની એન્ટ્રી અયોધ્યા ખાતે જોવા મળી હતી જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. તેની સાથે સાથે બોલીવુડ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અભિનેત્રીઓ તથા સાઉથ ઇન્ડસ્ટ્રીના અભિનેતાઓ એની સાથે સાથે ક્રિકેટના પણ ખેલાડીઓ હાજર રહ્યા હતા. તેને કારણે વાતાવરણમાં એક નવો ઉજાસ થઈ ગયો હતો તેમાં પણ અંબાણી પરિવાર અયોધ્યામાં આગવી ઓળખ ઉભી કરી હતી અંબાણીનો સમગ્ર પરિવાર અયોધ્યા ખાતે જોવા મળ્યો હતો.

તેમાં મુકેશ અંબાણી તેના પત્ની નીતા અંબાણી આકાશ અંબાણી અનંત અંબાણી શ્લોકા મહેતા તેમજ ઈશા અંબાણી જોવા મળ્યા હતા. સૌ લોકોએ અયોધ્યામાં રામ મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અયોધ્યા રામ મંદિર સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં લોકોએ ખૂબ લાઈક કરી જયશ્રીરામના નારા પણ લગાવ્યા હતા. આટલા મોટા વ્યક્તિ હોવા છતાં પણ પોતાના પરિવાર સાથે ભારતીય સંસ્કારો સંસ્કૃતિ અને રીત રિવાજો લઈને હંમેશા આગળ વધે છે. જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું . હાલમાં તો આ તસવીરો એક ચર્ચાનો વિષય બની ગયો છે. આ સાથે સાથે ભારત દેશના જાણીતા બિઝનેસમેન રતન ટાટા ગૌતમ અદાણી પણ અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠામાં જોવા મળ્યા હતા. તેમને પણ અયોધ્યા રામ મંદિરના ખૂબ જ વખાણ કર્યા હતા અને કહ્યું હતું.

આ મંદિર લાખો ભક્તોની શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાનું પ્રતિક બની રહેશે આ મંદિરથી રાષ્ટ્ર નિર્માણની ભાવનાને વધારે જાગૃત કરી શકીશું અમે અહીં આવીને ખૂબ જ ખુશ છીએ મુકેશ અંબાણી આટલા મોટા વ્યક્તિ હોવા છતાં પણ પોતાના પરિવાર સાથે આ મંદિરમાં હાજરી આપી હતી અને પોતાના પુત્રોને પણ સંસ્કૃતિ અને સંસ્કારો શીખવાડ્યા હતા. ઈશા અંબાણીએ અયોધ્યા રામ મંદિર વિશે કહ્યું કે આજનો દિવસ ખૂબ જ પવિત્ર છે હું ખૂબ ભાગ્યશાળી છું કે મારી નજરે અયોધ્યા રામ મંદિર ને થતા જોઈ શકું છું આ મંદિર પાછળ કેટલાય વીરોના સંઘર્ષો અને બલિદાનો છુપાયેલા છે જેને તમામ ભારતવાસીઓ ક્યારેય ભૂલી નહીં શકે અયોધ્યાના રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા ના આમંત્રણ મળવાને કારણે પણ હું ખૂબ ખુશ છું અને આપ સૌ લોકોનો આભાર માનું છું આકાશ અંબાણીએ અયોધ્યા ને લઈને કહ્યું કે આ દિવસ ઇતિહાસના પન્ના પર લખવામાં આવશે.

તમામ ભારતવાસીઓ આ દિવસને ક્યારેય ભૂલી નહીં શકે ખરેખર આજનો દિવસ સોના કરતા પણ વિશેષ છે હું અહીં આવીને એક અલગ જ આનંદની અનુભૂતિ કરું છું આવો આનંદ અને આજ સુધી ક્યારેય મહેસુસ નથી કર્યો. આ સાથે સાથે બોલીવુડ તથા સાઉથ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ અભિનેતાઓ જોવા મળ્યા હતા જેમાં રણબીર કપૂર આલિયા ભટ્ટ વિકી કૌશલ કેટરીના કેફ રોહિત શેટ્ટી રજનીકાંત સચિનરવિન્દ્ર જાડેજા રેવાબા જાડેજા આ તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા હતા.

આ તમામ લોકોનું એરપોર્ટ પર ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તથા હાજર થયેલા લોકોએ જયશ્રીરામ ના નારા સાથે સૌ લોકોને આવકાર્યા હતા તથા તમામ વ્યક્તિઓ માટે કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો જેથી કરીને કોઈ પણ જાતની અવ્યવસ્થાના સર્જાય.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *