પોતાની દીકરી રાધિકાનો હાથ પકડી લગ્ન મંડપમાં આવ્યા પિતા વિરેન મર્ચન્ટ અનંત સાથે અંબાણી પરિવાર એ કર્યું ભવ્ય સ્વાગત, જુઓ વાયરલ તસવીરો

હાલમાં સોશિયલ મીડિયાથી લઈ દેશ દુનિયામાં તમામ જગ્યાએ અંબાણી પરિવારના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે આપ સૌ લોકો જાણતા જશો કે 12 જુલાઈ 2024ના દિવસે અનંત અંબાણી અને રાધિકા લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. આ દિવસ અંબાણી પરિવાર માટે ખૂબ જ ખાસ અને વિશિષ્ટ બન્યો હતો. લાંબા સમયગાળાના ફંકશન બાદ આખરે તમામ લોકોની આતુરતા અને ઉત્સાહનો અંત આવ્યો હતો દેશ વિદેશના મહેમાનો અને બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટીઓની ઉપસ્થિતિમાં અનંત અને રાધિકા અગ્નિની સાક્ષી એ ફેરા લઈ જન્મો જનમના બંધનમાં બંધાયા હતા. હિન્દુ રીત રિવાજ અનુસાર લગ્નની તમામ વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અને શુભ લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

જેમાં અંબાણી પરિવારને ચાહનારા લોકો ખૂબ લાયક અને કોમેન્ટ કરી અનંત અને રાધિકાના લગ્ન માટે શુભકામના શુભેચ્છા અને આશીર્વાદ પાઠવી રહ્યા છે આ લગ્ન ખરેખર તમામ લોકો માટે ખૂબ જ યાદગાર બની ગયા હતા. જેને લોકો ક્યારેય ભૂલી શકશે નહીં. વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ રાધિકાનો હાથ પકડી મંડપ તરફ લાવી રહ્યા છે આ સમય દરમિયાન સમગ્ર અંબાણી પરિવાર પોતાની નવી વહુ નું સ્વાગત કરવા માટે તૈયાર છે.

આ બાદ વર અને વધુ લગ્નની તમામ વિધિઓમાં જોડાતા જોવા મળે છે. આ લગ્નમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અંબાણી પરિવારના આ પ્રસંગને ખૂબ જ ખાસ અને યાદગાર બનાવ્યો હતો. રાધિકાએ પોતાના લગ્ન માટેના ખાસ દિવસ નિમિત્તે મનીષ મલ્હોત્રા દ્વારા બનાવેલ લેંઘાની પસંદગી કરી હતી. જેમાં લાંબા સમયની મહેનત બાદ આ લેંઘો તૈયાર થયો હતો અને રાધિકાએ તેને પાનેતર માટે પસંદ કર્યો હતો. રાધિકાના પિતા વિરેન રાધિકાને ખૂબજ પ્રેમ કરે છે આ કારણથી જ તેમના લગ્ન માટે તેઓ જેટલા ખુશ હતા એટલા દુઃખી પણ જોવા મળ્યા હતા કારણ કે આજે તેમના જીવ કરતા પણ વાલી દિકરીની વિદાય કરવાની હતી આ કારણથી જ તેમની દીકરીના લગ્ન પણ ખૂબ જ ધામધૂમથી આયોજિત કરવામાં આવ્યા હતા.

વાયરલ વીડિયોમાં સમગ્ર અંબાણી પરિવારના મહેમાનો ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે બાપ દીકરીને એક સાથે જ એન્ટ્રી જોતા તમામ લોકો ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા તથા આવી રોયલ એન્ટ્રી તમે પણ આજ સુધી નહીં જોઈ હોય આ તમામ તસવીરોને અત્યાર સુધી ખૂબ લાયક અને કોમેન્ટ મળી ચૂકી છે આ બાદ મર્ચન્ટ પરિવાર તરફથી ગાયોનું દાન પણ આપવામાં આવ્યું હતું. આટલા મોટા અમીર પદ પર હોવા છતાં પણ અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવાર પોતાના સંસ્કારો સંસ્કૃતિને સભ્યતાને ક્યારે ભુલ્યો નથી ભારતીય પરંપરાગત પોશાકમાં બંને પરિવારોની સુંદરતા ચારે તરફ ખીલી ઉઠી હતી આ સંસ્કારો જોતાની સાથે જ તમામ લોકોના દિલ ખુશ થઈ ગયા હતા ને મન ભરીને બંને પરિવારોના ખૂબ જ વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *