અંબાણી પરિવાર ના પ્રિ વેડિંગ ફંકશન પ્રસંગે ચોરવાડમાં કિર્તીદાન ગઢવી અલ્પા પટેલ સહિત અન્ય કલાકારોએ ડાયરાની જમાવી રમઝટ તસ્વીરો જોય તમને પણ મોજ આવી જશે
અંબાણી પરિવાર એ કરેલ પ્રી વેડિંગ ફંક્શન ની ચર્ચાઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ રહી હતી અંબાણી પરિવાર એ ખૂબ જ ધામધૂમથી પોતાના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન શાંતિપૂર્વક પૂર્ણ કર્યા હતા. ત્યારબાદ અંબાણી પરિવાર દ્વારા ધીરુભાઈ અંબાણીના વતન ચોરવાડ ખાતે પ્રિય વેડિંગ સેલિબ્રેશનના ભાગરૂપે સમસ્ત ગ્રામજનો માટે ભોજન સમારંભ તથા ભવ્ય લોકડાયરોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવાર આટલા મોટા પદે હોવા છતાં પણ પોતાના વતન સંસ્કાર અને સંસ્કૃતિને ક્યારેય ભૂલ્યા નથી.
તે જ તેમની સફળતાનું મુખ્ય રહે છે તેથી જ અંબાની પરિવાર આજે સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે તથા સમગ્ર વિશ્વમાં ગુજરાતી અને અંબાણી પરિવારનો ડંકો વગાડી રહ્યા છે આ ભવ્ય લોક ડાયરામાં ગુજરાતના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી અલ્પાબેન પટેલ બ્રીજદાન ગઢવી તથા અન્ય કલાકારોએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી દીધી હતી. જેમાં કિર્તીદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ડાયરાની અનેક તસવીરો શેર કરી હતી. જેમાં તેમના ચાહકો તથા અંબાણી પરિવારના ચાહકોએ ખૂબ લાયક અને કોમેન્ટ દ્વારા પ્રેમ પીરસ્યો હતો.
મુકેશ અંબાણીએ પોતાના પિતા ધીરુભાઈ તથા માતા કોકીલાબેન અંબાણી ની લગ્નની વર્ષગાંઠના દિવસે જ પોતાના વતન ચોરવાડ ખાતે પ્રી વેડિંગ ફંક્શનના ભાગરૂપે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત ગ્રામજનો સાથે મળી અંબાણી પરિવારે ડાયરા તથા ભોજન સમારંભનો આનંદ માણ્યો હતો. આ ભવ્ય લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી તથા અલ્પાબેન પટેલે અનેક સંગીતો તથા ભજનો ગાય સમસ્ત ગ્રામજનોને મોજ કરાવી દીધી હતી. સાથે સાથે અંબાણી પરિવાર એ સમસ્ત ગ્રામજનોનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
અંબાણી પરિવાર માટે ચોરવાડે ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે તેથી જ આ ગામમાં પ્રી-વેડિંગ ફંક્શન બાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કિર્તીદાન ગઢવી તથા અલ્પાબેન પટેલે પણ અંબાણી પરિવારનો આમંત્રણ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ ભવ્ય લોક ડાયરા બાદ અમ્માણી પરિવાર એ કહ્યું કે આ ડાયરો અમને હંમેશા માટે યાદ રહેશે તથા અમારા હૃદયમાં એક વિશિષ્ટ સ્થાન બનીને રહેશે.
અંબાણી પરિવાર આટલા અમીર હોવા છતાં પણ ચોરવાડના તમામ ગ્રામજનોને ખૂબ જ માન સન્માન આપ્યું હતું. તેથી જ આજે લાખોની સંખ્યામાં અંબાણી પરિવારને ચાહનારા લોકો છે વેડિંગ ફંક્શન પહેલા પણ જામનગરના તમામ નાના-મોટા ગામડાઓમાં અંબાણી પરિવાર દ્વારા લોક ડાયરા તથા ભોજન સમારંભનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંબાણી પરિવાર એ તમામ નાના-મોટા ગામડાઓની પણ મુલાકાત લીધી હતી તથા તેના પ્રશ્નોનો હલ લાવ્યા હતા.