અંબાણીના પ્રી વેડિંગ પાર્ટી ની છેલ્લી ઇવેન્ટ ‘લા ડોલ્સે વીટા’ ની તસવીરો આવી સામે, અનંત- રાધિકાના લુક તો જુઓ
હાલમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંકશનની ઝલક સામે આવી હતી. હાલમાં સમગ્ર અંબાણી પરિવાર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન ની મજા માણી રહ્યા છે. અનંત રાધિકાના લગ્ન પહેલા શાનદાર ક્રુઝ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. આ તસવીરમાં સમગ્ર અંબાણી પરિવાર સાથે સાથે અનંત અને રાધિકા પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.

માત્ર એટલું જ નહીં પરંતુ સેલિબ્રિટી બિઝનેસમેન અને તમામ મહેમાનો પણ આ પાર્ટીનો આનંદ માણતા જોવા મળે છે.પાર્ટી ની છેલ્લી ઇવેન્ટ ‘લા ડોલ્સે વીટા’ માં રાધિકા રેડ કલર કે સ્ટ્રેપી મિડી ડ્રેસ માં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. રાધિકાએ પોતાના લુકને કમ્પલેટ કરવા માટે વ્હાઇટ પમ્પ્સ, ક્લાસી છેડબેગ અને ડાયમંડ ઇયરીંગ્સ સાથે સુંદરતા માં વધારો કર્યો હતો.

અનંત પણ બ્લુ કોલર પ્રિન્ટ જેકમાં જોવા મળ્યા હતા. પોતાના લુક ને કમપ્લેટ કરવા ફંકી બ્લેક પેન્ટ અને બ્લુ સ્નીકર્સ પહેર્યા હતા. આ વીડિયોમાં ડાન્સ પર્ફોર્મન્સ પણ જોવા મળ્યો હતો જેમાં કપલ એકબીજા સાથે વાત કરતા નજરે પડ્યા હતા બંને લોકો એકબીજા સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. આ તસવીરો એ તમામ લોકોના દિલ જીતી લીધા હતા.

આ સાથે સાથે નીતા અંબાણી અને મુકેશ અંબાણી તમામ મહેમાનોનું સ્વાગત કરતા જોવા મળે છે. મુકેશ અંબાણીએ પોતાની વહુ સાથે પણ સમય પસાર કર્યો હતો. આ સાથે સાથે અન્ય તસવીરોમાં રણવીર કપૂર સારા અલી ખાન અનન્ય પાંડે રણવીર સિંહ પણ જોવા મળી રહ્યા છે સાથે સાથે અન્ય બિઝનેસમેન પણ તસવીરમાં જોવા મળ્યા હતા. તમામ લોકો સાથે સમગ્ર અંબાણી પરિવાર એ ફોટોશૂટ અને આનંદની પળ વ્યક્ત કરી હતી.

