દર્દીને હોસ્પિટલ લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સને નડ્યો ગંભીર અકસ્માત ત્રણ લોકોના ઘટના સ્થળે જ દર્દનાક મોત લોહીથી લથપથ થયો હાઇવે તસવીરો જોઈ તમે પણ રડી પડશો
હાલના સમયમાં ગુજરાતમાં અનેક અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે જેમાં ઘણીવાર વાહનોની વધારે ગતિને કારણે અનેક પરિવારોના લોકોને સ્વજનો ગુમાવવાનો વારો આવે છે. આવી જ એક અકસ્માતની ઘટના રાજકોટ ચોટીલા હાઈવે પરથી સામે આવી છે. જેમાં દર્દીને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સ કોઈ કારણથી ટ્રક પાછળ ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ સાથે જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ ત્રણ લોકોના ઘટના સ્થળે જ દર્દનાક મોત થયા હતા. ત્યારબાદ એક વ્યક્તિનો બચાવ શક્ય બન્યો હતો.
મળતી માહિતી અનુસાર રાજકોટ ચોટીલા હાઈવે પર એક દર્દીને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવાતો હતો ત્યારે અચાનક જ એમ્બ્યુલન્સ એ કાબુ ગુમાવતા તે આગળ ચાલી રહેલા ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી તેમાં એમ્બ્યુલન્સમાં દર્દીના સગા સંબંધીઓ માંથી ત્રણના મૃત્યુ થયા હતા.
જ્યારે દર્દીનો બચાવ થયો હતો. આ અકસ્માત સાથે રાજકોટ ચોટીલા હાઈવે પર ભારે ટ્રાફિક સર્જાયો હતો પરંતુ પોલીસની મદદથી આ તમામ ટ્રાફિકજામ થોડી જ વારમાં હટાવી દેવામાં આવ્યો હતો. આ ભયંકર અકસ્માતમાં બે મહિલા સહિત એક પુરુષનું ઘટના સ્થળજ મૃત્યુ થયું છે જેમાં વિજય બાવળીયા પાયલ મકવાણા તથા ગીતા મિયત્રાનો સમાવેશ થાય છે. આ ભયંકર અકસ્માત સર્જાતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ સાથે જ એમ્બ્યુલન્સ ડ્રાઇવરનું પણ ઘટના સ્થળે જ મોત થયું હતું.
મોડે રાત્રે 10:30 વાગ્યા પહેલા ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતા કાજલબેન મકવાણા તેમની 18 વર્ષની દીકરા દીકરીની સારવાર લેવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. તેની સાથે તેને હોસ્પિટલ બોલાવ્યા હતા. પરંતુ અચાનક જ રસ્તામાં તેને આ ભયંકર અકસ્માત નડ્યો હતો. હાલમાં તો પોલીસ આ અકસ્માતની તપાસ થતા પૂછપરછ હાથ ધરી રહી છે.