અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીનું થયું અપહરણ પિતાને કહ્યું કે પૈસા આપો નહીંતર કિડની કાઢીને વેચી દઈશું જાણો અમેરિકામાં બનેલી દર્દ-નાક ઘટના

આજકાલ વિદેશમાંથી અનેક દુખદ ઘટનાઓ સામે આવે છે તેમાં મોટેભાગે ભારતના વિદ્યાર્થીઓ શિકાર બનતા હોય છે ઘણીવાર હત્યા આત્મહત્યા અકસ્માત તથા અન્ય કિડનેપિંગની ઘટનાઓ સામે આવતી હોય છે હાલમાં જ અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીનું મૃતદેહ તેના વતન હૈદરાબાદ લવાયો હતો. એપ્રિલ મહિનામાં તેનું મૃતદેહ કીલવલેન્ડ યુનિવર્સિટી પાસે મળી આવ્યો હતો ત્યારબાદ પરિવાર દ્વારા તેના મૃત દેને પાછો લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા આખરે તેનો મૃતદેહ તેના વતન હૈદરાબાદ પહોંચી ગયો હતો.

વિદ્યાર્થીના મૃતદેહને પાછો લાવવા માટે અમેરિકન સરકાર અને ભારતીય સરકારે તમામ પ્રયાસો કર્યા હતા તથા ત્યાંના પોલીસ અધિકારીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત પણ કર્યું હતું અને તપાસ અંગેની બાંહેધરી આપી હતી. હાલમાં તો આ મૃત્યુ અંગેની તપાસ ચાલી રહી છે પરંતુ દીકરાના મૃતદેહ ને જોઈ સમગ્ર પરિવાર દુઃખની લાગણીમાં ગરકાવ થયો હતો. 25 વર્ષનો અરફાત 2023 માં અભ્યાસ માટે અમેરિકા ગયો હતો પરંતુ 7 માર્ચથી તે અચાનક ગાયબ થઈ ગયો હતો તેને શોધવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા આખરે તેનો મૃતદેહ ક્લિવલેન્ડ યુનિવર્સિટી પાસેથી મળી આવ્યો હતો.

વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે વિદ્યાર્થીનું અપહરણ થઈ ગયું છે ત્યારબાદ અપહરણકારો એ એક લાખ રૂપિયા ની માંગણી કરી હતી. એવું પણ કહ્યું હતું કે જો સમયસર પૈસા નહીં ભરવામાં આવે અથવા પોલીસને જાણ કરવામાં આવશે તો અમે તેની કિડની વેચી દઈશું. પરંતુ તેના પિતાના જણાવ્યા મુજબ અપહરણકારોએ પૈસા કેવી રીતે પહોંચડવા તે અંગે માહિતી ન આપી હતી. હાલમાં તો વિદેશના અનેક વિદ્યાર્થીઓ પોતાને સુરક્ષિત મહેસૂસ કરી શકતા નથી જેથી કરી આવનારા સમયમાં જનારા વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ચિંતાજનક વિષય બની ગયો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *