આને કહેવાય સાદગી સાહેબ!! 2000 કરોડની પ્રોપર્ટી ધરાવતા અમીર ખાનના પુત્ર ટ્રાન્સપોર્ટ નું કામ કરી જીવે છે એકદમ સાદું જીવન મોંઘી કાર છોડી ટ્રેન અને બસમાં કરે છે મુસાફરી જાણો શું છે તેની સાદગી પાછળનું રહસ્ય

2000 કરોડની માલિકી ધરાવતા બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સુપરહિટ અભિનેતા આમિર ખાનને આજે કોઈ પણ ઓળખ ની જરૂર નથી કારણ કે તેઓએ પોતાની એક્ટિંગથી જ દરેક ચાહકોના દિલમાં જગ્યા કરી છે. આજના સમયમાં આમીરખાનના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેલા છે. જે આમિર ખાનની દરેક ફિલ્મમાં તેમને ખૂબ સપોર્ટ અને પ્રેમ આપે છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે આમિર ખાન ના દીકરા પાસે કોઈપણ જાતની લક્ઝરીયસ કાર કે બંગલો નથી તે સામાન્ય માણસની જેમ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરે છે. આ જાણીને આમિર ખાનના તમામ ચાહકો વિચારમાં પડી ગયા હતા પરંતુ હા આ વાત બિલકુલ સાચી છે.

આમિર ખાન નો દીકરો જુનેદખાન પોતાના રોજબરોજના કામ બસની મુસાફરી કરીને જ પૂર્ણ કરે છે. આ વાતથી આમિર ખાનના તમામ ચાહકો પણ થોડીવાર માટે ચોકી ગયા હતા. આટલી મોટી પ્રોપર્ટી ધરાવતા અભિનેતા ના દીકરા પાસે એક કાર ના હોય આ વાત લગભગ અશક્ય છે. પરંતુ આમિર ખાનના દીકરાને આ વાતને જ શક્ય બનાવી હતી. આમિર ખાન ના દીકરાને કોઈપણ કાર પસંદ નથી તેથી તે ટ્રેન અને બસમાં મુસાફરી કરવાનું વધારે પસંદ કરે છે. 31 વર્ષની ઉંમરમાં તેણે આજ સુધી કોઈપણ કારની મુસાફરી કરી નથી.

આમિર ખાનનો માત્ર પુત્ર જ નહીં પરંતુ તેની પુત્રી ઇરા ખાન પણ અવારનવાર બસ ટેક્સી અથવા ટ્રેનમાં મુસાફરી કરે છે. આટલા મોટા અભિનેતા ના પુત્ર અને પુત્રીમાં આવા સંસ્કાર હોવા એ ખૂબ ગર્વની વાત છે. તેથી જ આમીરખાનના ચાહકોની સંખ્યામાં સતત વધારો જોવા મળે છે. આમિર ખાન પાસે કરોડો અને અબજો રૂપિયાની કારનું કલેક્શન છે. પરંતુ આજ સુધી તેના પુત્ર અથવા પુત્રી એ તેનો ઉપયોગ કર્યો નથી. આમિરખાને પોતાના પુત્ર અને બાળપણથી જ સંસ્કારો આપ્યા છે. આ જ વાતથી આજે તેમના સંસ્કારો દરેક લોકો સમક્ષ દેખાઈ આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *