અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન પિતા પુત્રની જોડી પહોંચ્યા અયોધ્યા રામ મંદિર એરપોર્ટ પર થયું તેનું ભવ્ય સ્વાગત

22 જાન્યુઆરી 2024 અયોધ્યામાં થનારા ઉત્સવ માટે અનેક જ અયોધ્યા ખાતે પહોંચી ગયા છે તેઓને પણ અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ જ આમંત્રણ ને માન આપી તેઓ અયોધ્યા ખાતે પહોંચ્યા હતા તેમાં પણ બચ્ચન પરિવારમાંથી અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન આ બંને મશહૂર અભિનેતા નું અયોધ્યા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ બંને લોકોએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ડંકો વગાડી દીધો છે. તેના અનેક ફિલ્મો લોકોને ખૂબ જ પસંદ આવે છે આ કારણે જ તેના મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે. તેથી જ આ બંને પિતા પુત્રની જોડી લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહી છે. તેની ઝલક જોવા માટે અયોધ્યા ખાતે મોટી સંખ્યા મા એરપોર્ટમાં જોવા મળ્યા હતા. બંને પિતા પુત્રની જોડી વાઈટ કુર્તા તથા કેસરિયા કેસમાં જોવા મળી હતી. પટ્ટામાં જોવા મળી હતી તેનું ઢોલ નગારા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોએ જોરથી જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા એરપોર્ટ પર ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા તેવું ગીત પણ સ્પીકર દ્વારા વગાડવામાં આવ્યું હતું.

બંને માટે સુરક્ષાનો પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું . આ મંદિરમાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પધારવાના છે ત્યારે અયોધ્યા સમિતિ દ્વારા સુરક્ષા બંદોબસ્ત માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ના સર્જાય ત્યારબાદ બ્લેક કારમાં બેસી અયોધ્યા આવેલા તમામ મંદિરોની પણ મુલાકાત લીધી હતી તથા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિના પણ દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

તેણે તેમના ચાહકો સાથે ફોટો અને સેલ્ફી પણ પડાવ્યા હતા. આપણે સૌ લોકો જાણીએ જ છીએ કે આટલા મોટા અભિનેતા હોવા છતાં પણ હંમેશા તેઓ ચાહકોની વચ્ચે રહે છે તથા તેમને સમય ફાળવે છે. તેથી જ આ પિતા પુત્રની જોડી સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહી છે આટલી ઠંડી હોવા છતાં પણ વહેલી સવારમાં જ તેના ચાહકો તેને જોવા માટે અયોધ્યા એરપોર્ટ પર પહોંચી ગયા હતા.

હાલમાં પ્રો કબડ્ડી ચાલી રહી છે જેમાં બચ્ચન પરિવાર જયપુર પિંક પેન્થર્સને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. તેથી તેમણે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામને જયપુર પિંક પેન્થર્સ ની જીત માટે પણ પ્રાર્થના કરી હતી. હાલમાં તો જયપુર પિંક પેન્થર્સ ટીમ ખૂબ જ સારું કબડ્ડીમાં પ્રદર્શન કરી રહી છે હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં બચ્ચન પરિવારની આ ટીમ કેવું સારું પ્રદર્શન કરી આગળ વધી શકે છે.

પરંતુ હાલમાં તો બચ્ચન પરિવારમાંથી પિતા પુત્રની જોડી અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે અને તમામ વિધિમાં ભાગ લેશે પિતા પુત્રની આ જોડીએ અયોધ્યા રામ મંદિરના ખૂબ જ વખાણ કર્યા હતા તથા આ મંદિર ધર્મ આસ્થા અને વિશ્વાસનું પ્રતીક બની રહેશે તેવું પણ કહ્યું હતું બચ્ચન પરિવાર આટલો મોટો હોવા છતાં પણ હંમેશા પોતાના ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડાયેલો રહે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *