| |

મહેલો કરતા પણ વિશેષ છે અમિતાભ બચ્ચનનો “જલસા” બંગલો અંદરની તસવીરો જોઈ તમને સ્વર્ગ ની યાદ આવી જશે, કિંમત સાંભળી તમારા હોંશ ઉડી જશે

બોલીવુડ ના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન એ આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે પોતાની એક અલગ ઓળખ અને નામના ઉભી કરી છે તેમને પોતાના અભિનયથી લાખો ચાહકોના દિલ જીતી લીધા છે અને તેમના હૃદયમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે તેથી આજે પણ તેમના ચાહકો માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેલા છે જે તેમને ખૂબ જ પ્રેમ કરે છે આ સાથે સાથે આજના બોલીવુડ અભિનેતા અને અભિનેત્રીઓના માર્ગદર્શક અને પ્રેરણાદાય અમિતાભ બચ્ચન રહ્યા છે.

લાંબા સમયથી અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર હોવા છતાં પણ તેમના ચાહકોનો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી અમિતાભ બચ્ચાને પોતાના જીવનમાં અનેક સુપરહિટ ફિલ્મ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ ને આપ્યા છે. હાલના જીવનમાં અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર રહી પોતાના બંગલા જલસામાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. અમિતાભ બચ્ચન નો બંગલો મુંબઈમાં સ્વર્ગ કરતાં પણ વિશિષ્ટ રીતે બનાવવામાં આવ્યો છે. આજે આપને અમિતાભ બચ્ચનના બંગલાની સફર કરાવવા જઈ રહ્યા છીએ.

તમે અત્યાર સુધી અમિતાભ બચ્ચનની ફિલ્મ વિશે ઘણું સાંભળ્યું છે પરંતુ આજ સુધી તેમના બંગલા જલસા વિશે ક્યારેય નહીં સાંભળ્યું હોય. અમિતાભ બચ્ચનના બંગલામાં તેમનો સમગ્ર પરિવાર આજે એક સાથે હળીમળી અને સંપીને રહે છે. આ બંગલો અમિતાભ બચ્ચનને બોલિવૂડના નિર્દેશક રમેશ સિપ્પી એ ગિફ્ટ માં આપ્યો હતો જેમાં આજે અમિતાભ બચ્ચનનો સમગ્ર પરિવાર રહે છે.

આ બંગલાની કિંમત 120 કરોડ કરતાં પણ વધારે છે જે આલિશાન મહેલ કરતા પણ વિશિષ્ટ રીતે બનાવવામાં આવ્યો છે. બંગલાની આસપાસ અનેક વૃક્ષોને ફૂલછોડ વાવી કુદરતી વાતાવરણનું સર્જન કરવામાં આવ્યું છે જેથી બંગલાની સુંદરતામાં પણ વધારો થઈ રહ્યો છે. બંગલા ની અંદર તમામ વસ્તુની ખૂબ જ બારીકાઈથી કોતરણી કરી સુંદર બનાવવામાં આવ્યું છે. આખા બંગલામાં ટાઇલ્સ અને લાકડાનું ફર્નિચર બનાવવામાં આવ્યું છે.

બંગલામાં દરેક જગ્યાએ એન્ટીકવીસ ચીજ વસ્તુઓને આકર્ષક કલાકૃતિનો સમાવેશ થાય છે. બંગલાના દિવાલ ની સજાવટ માટે આકર્ષક ચિત્રો બનાવવામાં આવ્યા છે. બંગલાની અંદર કરવામાં આવેલું ફર્નિચર આ ઘરની સુંદરતામાં વધારો કર્યો છે. આ ઘરમાં સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે અમિતાભ બચ્ચન આટલા મોટા અભિનેતા હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મને ક્યારેય ભૂલ્યા નથી આ જ કારણથી આ બંગલામાં આવેલા મંદિરમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન અવારનવાર પૂજા કરતા જોવા મળે છે જેની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર ખૂબ જ વાયરલ થાય છે.

અમિતાભ બચ્ચનના કરિયરમાં મળેલા અનેક એવોર્ડ અને સર્ટિફિકેટ પણ ઘરમાં અલગ રૂમમાં રાખવામાં આવ્યા છે આ સાથે એક સુંદર મજાનું ભવ્ય અને શાનદાર પુસ્તકાલય પણ બનાવવામાં આવ્યું છે જેમાં અમિતાભ બચ્ચન અવારનવાર પુસ્તકો વાંચતા જોવા મળે છે. બંગલાને લાઈટ ને ડેકોરેશન દ્વારા તહેવારો પ્રસંગે સજાવવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *