આને તો ચમત્કાર કહેવાય!! માતાની નજર હટતા માત્ર આઠ મહિનાનો માસુમ બાળક બીજા માળના પતરા પર લટકી ગયો પરંતુ એક ચાદર એ બચાવ્યો બાળકનો જીવ ઘટના જાણી તમારા પણ હોંશ ઉડી જશે

બાળપણમાં તમામ બાળકો નો સ્વભાવ ખૂબ ચંચળ હોય છે. અને તે કંઈ પણ વિચાર્યા વગર જોખમી કાર્ય કરી દેતા હોય છે. નાનપણમાં બાળકની સમજણ શક્તિ ખૂબ જ કમજોર હોય છે. આ જ કારણે તે કોઈ પણ કાર્ય કરવામાં જરાય વિચાર કરતા નથી અને આ જ કારણે ઘણી વાર અનેક મુશ્કેલીનો સામનો પરિવારજનોને કરવો પડે છે.

આવા જ માસુમ બાળકોની ભૂલ ના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે ઘણીવાર ખડખડાટ હસી પડીએ છીએ તો ઘણીવાર આપણને તેની ભૂલને કારણે ઘણું દુઃખ થાય છે. આવા જ એક માસુમ ચંચળ બાળક નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો ખૂબ લાઈક કરી અલગ અલગ કોમેન્ટ આપી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે એક નાનું માસુમ બાળક બિલ્ડીંગ ના બીજા માળે કોઈ કારણોથી પતરા પર લટકતો જોવા મળે છે. આ જોઈ આસપાસના લોકો પણ ખૂબ ડરી જાય છે અને તે માસુમ બાળકને બચાવવાના પ્રયત્નો કરે છે. ઘણા લોકો આ જોતા ની સાથે જ બિલ્ડીંગના બીજામાંથી બાળકને બચાવવાનો પ્રયત્ન કરે છે તો ઘણા લોકો બારીમાંથી તેને ખેંચવાનો પ્રયત્ન કરે છે ત્યારબાદ બે ત્રણ વ્યક્તિઓ દ્વારા ચાદર લાવવામાં આવે છે અને નીચે જમીન પર પાથરવામાં આવે છે જેથી કરી બાળક જો નીચે પડે તો તેને કોઈપણ જાતની ઈજા ન પહોંચે. આ તમામ પ્રયાસોથી આખરે બાળકને બચાવી લેવામાં આવે છે.

આ ચમત્કારી બચાવ નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વીડિયોની તપાસ કરતા જાણવા મળ્યું કે આ વિડીયો માં કેદ કરેલી ઘટના ચેન્નઈના એક એપાર્ટમેન્ટમાં બની હતી. આ વીડિયોને બે મિનિટ 20 સેકન્ડ સુધી એપારમેન્ટની સામેની બાજુમાંથી શુટ કરવામાં આવ્યો છે.

વાયરલ વીડિયોમાં બાળક સાતથી આઠ મહિનાનો જોવા મળે છે જે રમત કરતા કરતા ચોથા માળની બારીના પતરામાં લટકતો જોવા મળે છે આ દ્રશ્ય જોતાની સાથે જ આસપાસના લોકો બૂમાબૂમ કરવા લાગે છે અને બાળકને બચાવવાના અનેક પ્રયત્નો કરે છે ત્યારબાદ તમામના પ્રયત્નો ને કારણે બાળકનો આબાદ બચાવ શક્ય બને છે.

આ ઘટનાએ થોડીવાર માટે તમામ લોકોના શ્વાસ રોકી દીધા હતા. બાળક પણ તે પતરા પરથી નીચે સરકવાનો પ્રયત્ન કરે છે ત્યારે બાજુનો એક વ્યક્તિ બારી ઉપર ચઢી તેને ખેંચવાનો પ્રયત્ન કરે છે. મળતી માહિતી અનુસાર બાળક તેની માતા સાથે બિલ્ડીંગના ચોથા માળે હતું પરંતુ કોઈ રમતોથી તે બીજા માળના પતરા પર લટકી રહ્યું હતું. ઘટનાથી બાળકને હાથ અને પગના ભાગમાં ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આસપાસના એપારમેન્ટ ના વ્યક્તિના પ્રયત્નોને કારણે બાળકનો બચાવ શક્ય બન્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *