|

સ્મોક બિસ્કીટ ખાનારા સાવધાન!! મેળામાં ગયેલા માસુમ બાળકે સ્મોક બિસ્કીટ ખાવા ને કારણે અચાનક શરીરના તમામ ભાગો થયા બંધ અને ત્યારબાદ એવું થયું કે….

આપ સૌ લોકોએ એકવાર તો સ્મોક બિસ્કીટની મજા માણી જશે આ સ્મોક બિસ્કીટમાં બિસ્કીટ ખાતાની સાથે જ મોઢામાંથી ધુમાડા નીકળે છે જેથી કરી નાના બાળકોથી માંડી મોટી ઉંમરના લોકોને પણ આ બિસ્કીટ ખાવામાં ખૂબ મજા આવે છે મોટા ભાગની રેસ્ટોરન્ટમાં આ બિસ્કીટ આપણને જોવા મળે છે. પરંતુ સ્મોક બિસ્કીટ ના કારણે સાતથી આઠ વર્ષના બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયો વાયરલ થતાની સાથે જ સ્મોક બિસ્કીટ ની દુકાન ના માલિકનું લાઇસન્સ તાત્કાલિક રદ કરવામાં આવ્યુ હતું. આ સમગ્ર ઘટના કર્ણાટક રાજ્યમાં બની હતી જેમાં બાળક પોતાના માતા પિતા સાથે મેળામાં ગયો હતો જ્યાં તે સ્મોલ બિસ્કીટ પોતાની સાથે જ તે ખાવાની જીદ કરી હતી. આ બાદ બાળકે ગ્લાસમાં સ્મોક બિસ્કીટ ની મજા માણી હતી. પરંતુ બાળકની આ જ મજા એ તેનો જીવ લઈ લીધો હતો બિસ્કીટ ખાધા બાદ તુરંત જ બાળક રડવા લાગ્યો હતો. ત્યારબાદ જોર જોરથી ચીસો પાડવા લાગ્યો હતો. આ ચીસો સાંભળતા ની સાથે જ બાળકના માતા અને પિતા બાળક પાસે દોડી આવ્યા હતા.

માતા પિતાએ બાળકને છાનો રાખવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ બાળક છાનો રહ્યો ન હતો અને તરત જ બેભાન થઈ ગયો હતો. વાયરલ વીડિયોમાં લોકો સ્મોક બિસ્કીટ ને લઇ પોતાના અલગ અલગ મંતવ્ય દર્શાવી રહ્યા છે.

આ સ્મોક બિસ્કીટમાં નાઇટ્રોજન ભરપૂર પ્રમાણમાં હોય છે. એને કારણે બાળકે બિસ્કીટ ખાતાની સાથે જ ધુમાડો શરીરના તમામ ભાગોમાં ફેલાઈ ગયો હતો જેથી કરીને બાળકને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડી હતી. આ બિસ્કીટ ને તૈયાર કરવામાં અનેક લિક્વિડ તથા શરીરને નુકસાનકારક તત્વો ઉમેરવામાં આવે છે. આ બિસ્કીટ ને કારણે પેટનો દુખાવો ચામડીના રોગો તથા અન્ય રોગો થઈ શકે છે કારણ કે આ બિસ્કીટ તમામ ઉંમરના લોકો માટે ખૂબ જ હાનિકારક છે.

આ વિડીયો વાયરલ થતાની સાથે જ દરેક લોકોએ પોતાના મંતવ્ય દર્શાવતા કહ્યું હતું કે બાળકનું મોત બિસ્કીટ થી નહીં પરંતુ કોઈ અન્ય નાસ્તાને કારણે થયું હશે તો ઘણા લોકો કહી રહ્યા હતા કે સ્મોક બિસ્કીટ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ જેથી કરી અનેક લોકોના જીવ બચી શકે તો ઘણા લોકોએ દુકાનદાર સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *