આવી એન્ટ્રી તો અંબાણી જ કરી શકે!! અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 25 કરોડની કિંમતના કાફલા સાથે દુબઈના શોપિંગ મોલમાં પહોંચ્યા શાનદાર એન્ટ્રી જોઈ સૌ લોકોની આંખો પહોળી થઇ ગઈ, જુઓ વાયરલ વિડિયો
આજે સમગ્ર વિશ્વમાં રિલાયન્સ કંપનીનો ડંકો વાગી રહ્યો છે તેની પાછળ સફળ ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણીનો અગ્રીમ ફાળો રહ્યો છે. આજ વાતથી સમગ્ર ભારતવાસીઓને ખૂબ જ ગર્વ છે.

હાલમાં જ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને મંગેતર રાધિકા મર્ચન્ટ દુબઈ મોલમાં ફરવા માટે ગયા હતા જ્યાં તેમને જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. પરંતુ દુબઈ મોલમાં જતી વખતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ની એન્ટ્રી એ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી હતી તથા આ જોતાની સાથે જ સૌ કોઈ લોકો ચોકી ગયા હતા.

જામનગરમાં યોજાયેલ પ્રી વેડિંગ ફંકશન બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ દુબઈના મોલમાં ફરવા માટે ગયા હતા. પરંતુ દુબઈમાં થયેલી રાધિકા અને અનંત ની એન્ટ્રી એ સૌ કોઈ લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા હતા. આ મોલમાં અનંત અંબાણી કરોડો રૂપિયાની લક્ઝરીયસ rolls-royce કાર લઈ તેમના વીસ કારના કાફલા સાથે પહોંચ્યા હતા.

દુબઈમાં તેને કડક સુરક્ષા બંદોબસ્ત સાથે મોલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા જેથી કરીને કોઈ પણ જાતની અસુરક્ષા કે અગવડતા ના સર્જાય. જોકે તમામ જગ્યાએ જતી વખતે અંબાણી પરિવારના તમામ સભ્યો માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે આ વખતે પણ દુબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અનંત અંબાણી સાથે રહેલા વીસ કારના કાફલા ની કિંમત આશરે 25 કરોડ કરતાં પણ વધારે હતી. આ કારના કાફલામાં જીએમસી યુકોન ડેનાલિસ શેવરોલે જેવી મોંઘી કાર નો સમાવેશ થતો હતો. તેની સાથે સાથે 108 ની ગાડી પણ જોવા મળી હતી. આટલી કડક સુરક્ષા બંદોબસ્ત જોયા બાદ દુબઈના લોકો પણ ચોકી ગયા હતા. અનંત અંબાણીને દુબઈ ખાતે હાઈ પ્રોફાઈલ સિક્યુરિટી સિસ્ટમ આપવામાં આવી હતી.
આ તમામ સુરક્ષા બંદોબસ્ત અધ્યતન સિસ્ટમથી સજ્જ કરવામાં આવી હતી. આબાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે સાથે મળીને દુબઈના મોલમાં કરોડો રૂપિયાની શોપિંગ કરી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા અંબાણી પરિવારના ચાહકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી હતી. તથા લોકોએ સુરક્ષા બંદોબસ્ત ના પણ વખાણ કર્યા હતા.