|

અનંત અંબાણી અને રાધિકાના પ્રિવેડિંગ ફંક્શનમાં અંબાણી પરિવારના ફોટોશૂટની તસવીરો આવી સામે – જુઓ સુંદર તસવીર

સમગ્ર અંબાણી પરિવારમાં લગ્નની શરણાઈઓ ગુંજવા લાગી છે જેને લઈને અંબાણી પરિવાર એ ત્રણ દિવસ જામનગર ખાતે પ્રિ વેડિંગ ફંક્શન નું આયોજન કર્યું છે આ પ્રિવડિંગ ફંક્શનમાં અનેક લોકો અને જામનગર વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેને લઈને અંબાણી પરિવાર એ પોતાની ખુશીઓ વ્યક્ત કરી હતી તથા પ્રી વેડિંગ ફંકશનમાં તમામ અંબાણી પરિવારના સભ્યો ખુશ જોવા મળ્યા હતા. અંબાણી પરિવારે પ્રથમ દિવસની પ્રી-વેડિંગ ફંક્શન ની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમાં અંબાણી પરિવારના ચાહકોએ લાયક અને કોમેન્ટ નો વરસાદ વરસાવ્યો હતો.

લોકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી હતી જેમાં જોવા મળી રહ્યું છે કે અંબાણી પરિવાર તમામ મહેમાનોના સ્વાગત માટે તૈયારી કરી રહ્યો છે તથા પ્રિવેડિંગ ફંક્શન માં આવેલા મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું તેમની સાથે સાથે વિદેશથી આવેલી હોલીવુડ સિંગર રિયાના સાથે પણ તેમણે પર્ફોમન્સ કર્યું હતું. વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે રિયાના એ એ સોંગ ગાતા ની સાથે જ તમામ અંબાણી પરિવાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ નીતા અંબાણી લાલ કલરના ટોપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે તથા અનંત અંબાણી હાથમાં ફૂલ લઇ તેમની બાજુમાં ઉભેલો જોવા મળે છે.

અંબાણી પરિવારમાં થનારી વહુ રાધિકા મરચા ને પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણી આશીર્વાદ આપ્યા હતા તથા તેમની સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. ત્યારબાદ નીતા અંબાણીએ પોતાના ભાષણ દ્વારા પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા તથા પ્રિવેડિંગ ફંક્શનમાં આવેલા તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. નીતા અંબાણી અને મુકેશ અંબાણી પોતાના પ્રીવેડિંગ ફંક્શનમાં આવેલા મુખ્ય મહેમાનો જેવા કે માર્ગ સુકર્બર બિલ ગેટ્સ સદગુરુ અક્ષય કુમાર શાહરુખ ખાન અજય દેવગન સચિન ધોની ડીજે બ્રાવો તથા અન્ય ઉપસ્થિત રહેલા મહિમાનો સાથે વાતચીત કરી તેમની સાથે પણ ફોટોશૂટ કરાવ્યું હતું.

આ ફોટોશૂટ ની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં અનેક લોકોએ પોતાના કોમેન્ટ દ્વારા અલગ અલગ પ્રતિસાદ આપ્યા હતા. ફંકશનમાં આયોજન કરવામાં આવેલી ડીજે નાઈટ પાર્ટીનો પણ સમગ્ર અંબાણી પરિવારે આનંદ માણ્યો હતો. તેમાં પણ તે દરેક લોકો સાથે નાચતા જોવા મળ્યા હતા ત્યારબાદ ડિનર પણ સમગ્ર અંબાણી પરિવાર એ આવેલા મહેમાનો સાથે કર્યો હતો જેની પણ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી.

આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવારના પ્રી વેડિંગ ફંક્શન ની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. આ તમામ પ્રીવેડિંગ ફંક્શન જામનગર ખાતે યોજવા જઈ રહ્યા છે ત્યારે આ પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે અનેક ક્રિકેટના સિતારાઓ તથા બોલીવુડ અને હોલીવુડ જગતના સિતારાઓ આ પ્રીવેડિંગ ફંક્શનમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. આ તમામની ઉપસ્થિતિથી કાર્યક્રમની રોનક વધારે ખીલી ઉઠી હતી તથા તમામ લોકોનો અંબાણી પરિવાર એ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. તેમની સાથે સાથે જામનગર વાસી પણ ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા આ પ્રિ વેડિંગ ફંક્શનમાં ક્રિકેટ જગત સાથે જોડાયેલા એમ એસ ધોની સચિન તેંડુલકર ડીજે બ્રાવો તથા અન્ય મહાન ક્રિકેટરો આ ફંકશનમાં જોવા મળ્યા હતા.

તેમાં પણ દરેક લોકોએ એકબીજા સાથે ફોટોશૂટ કરાવ્યો હતો તથા ડીજે નાઇટ પાર્ટીનો પણ આનંદ માણ્યો હતો. ત્યારબાદ દરેક લોકોએ એક સાથે ડિનર લીધું હતું. ડીજે બ્રાવો એ ભારતીય સંસ્કૃતિ તથા જામનગર વાસીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો ડીજે બ્રાવો ની એન્ટ્રી ની સાથે જ તમામ ચાહકોની ભીડ તેમને જોવા માટે ભેગી થઈ ગઈ હતી. આપણે સૌ લોકો જાણીએ જ છીએ કે ડીજે બ્રાવો વેસ્ટ ઈન્ડિઝ ઓલ રાઉન્ડર છે તથા તેમણે સીએસકે ટીમમાં પણ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે તેથી જ ડીજે બ્રાવોના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે તે હંમેશા પોતાના ચાહકોને પ્રેમ કરે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *