રંગબેરંગી ફૂલોથી શણગારેલી કરોડોની લક્ઝરીયસ કારમાં ઢોલ નગારા અને શરણાઈ સાથે અનંત અંબાણીની વાજતે ગાજતે નીકળી જાન આમંત્રિત મહેમાનો સહિત કંપનીના કર્મચારીઓ પણ જાનમાં જોડાયા જુઓ વાયરલ વિડિયો
ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા ના લગ્ન 12 જુલાઈ 2024 ના રોજ થવા જઈ રહ્યા છે લાંબા સમયગાળાના ફંકશન બાદ આખરે આ ઘડી અંબાણી પરિવારના ઘર આંગણે આવી પહોંચી હતી જેમાં સમગ્ર અંબાણી પરિવારના સભ્યો ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા.અનંત અંબાણી પોતાના ઘર એન્ટિલિયા થી રાધિકા મર્ચન્ટ સાથે પરણવા માટે શાનદાર જાન લઇ નીકળ્યા હતાં. આ દરમિયાન જાનની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં અંબાણી પરિવારના ચાહનારા લોકોએ ખૂબ લાઈક અને કોમેન્ટ કરી હતી.


વાયરલ તસવીરો અને વીડિયોમાં આપ જોઈ શકો છો કે તમામ લોકો આ જાનમાં નાચી રહ્યા છે માત્ર એટલું જ નહીં પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના તમામ કર્મચારીઓ પણ આ જાનમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. લગ્નમાં આવેલા આમંત્રિત મહેમાનો અનંત અંબાણીની સજેલી કાર સામે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે ટૂંક જ સમયમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે અને નવા જીવનની શરૂઆત કરશે.

આ લગ્ન માટે દેશ વિદેશના મહેમાનોને અંબાણી પરિવાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. જે 12 જુલાઈ 2024 ના રોજ તમામ લોકો ઉપસ્થિત રહેવા જઈ રહ્યા છે જેમનું અંબાણી પરિવાર તરફથી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ઘર આંગણે એન્ટિલિયા ની બહાર ઢોલ નગારા શરણાઈ સાથે જાન મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે પહોંચવા માટે નીકળી હતી.અનંત અંબાણી ની કાર rolls-royce ને ફૂલો દ્વારા શણગારવામાં આવી હતી.

આ જાનમાં અંબાણી પરિવારની અન્ય લક્ઝરી કારને ફૂલો દ્વારા શણગારવામાં આવી હતી જેમાં નીતા અંબાણી,મુકેશ અંબાણી, આકાશ, સલોકા અંબાણી, કોકીલાબેન અંબાણી ઈશા અને તેમના પતિ આનંદ પીરામલ ગાડીમાં જોવા મળ્યા હતા. આ લગ્ન માટે અંબાણી પરિવારનું ઘર એન્ટિલાને લાઈટ અને ફૂલોના ડેકોરેશન થી શણગારવામાં આવ્યું છે જેની તસવીરો પણ જોવા મળી હતી લગ્ન બાદ 13 અને 14 જુલાઈના રોજ રિસ્પેશન અને વડીલોના આશીર્વાદ સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
