લગ્ન પહેલાં નાનકડા એવા ગામમાં આપી અનંત અંબાણી એ હાજરી સાદગી જોઈને તમે પણ વખાણ કરવા લાગશો આરતી અને પાઘડી દ્વારા કરવામાં આવ્યું સ્વાગત
સમગ્ર અંબાણી પરિવાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્નની તૈયારીમાં લાગી ગયો છે. પરંતુ તેના લગ્ન પહેલાં પ્રિ વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગર જિલ્લામાં યોજવા જઈ રહ્યું છે. આ તમામ કાર્યક્રમો એક થી ત્રણ માર્ચ દરમિયાન યોજાશે જેમાં અનેક લોકો હાજર રહી આપણી વેડિંગ ફંકશનને વધાવશે અંબાણી પરિવારના આ શાહી લગ્નમાં દેશ-વિદેશથી અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે.
આ પ્રિ વેડિંગ ફંકશનમાં જામનગરના આસપાસના ગામડાઓના વ્યક્તિને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેથી કરીને લગ્નની ખુશીઓમાં ગ્રામજનો પણ સામેલ થઈ શકે પ્રિ વેડિંગના આ ફંકશનમાં ડાયરા તથા જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ડાયરામાં સમગ્ર ગુજરાતમાં લોકસંગીતનો ડંકો વગાડનાર કિર્તીદાન ગઢવીએ ડાયરાની રમઝટ જમાવી હતી. ત્યારબાદ 51,000 કરતાં પણ વધારે લોકોને અંબાણી પરિવાર દ્વારા જમણવાર કરાવવામાં આવ્યું હતું.
આ ધર્મ અને કર્મની સેવામાં અંબાણી પરિવાર હંમેશા પ્રથમ રહે છે ગ્રામજનો દ્વારા અંબાણી પરિવારનું ખૂબ જ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવાર એ તમામ ગ્રામજનોની ખૂબ જ પ્રશંસા કરી હતી તથા તેમને પણ લગ્ન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અંબાણી પરિવાર જામનગરના ગાગવા ગામમાં પહોંચ્યો હતો ત્યાં તેમનું ખૂબ જ રજવાડી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમગ્ર અંબાણી પરિવારને હાલારી પાઘડી પહેરાવીને જૂની સંસ્કૃતિને ફરીવાર યાદ અપાવવામાં આવી હતી આ સાથે ગ્રામજનો એ ઢોલ તથા શરણાઈ વગાડી પરિવારને આવકાર્યો હતો. મહિલાઓએ પણ અનંત અંબાણીના ઓવારણા લઈ આશીર્વાદ આપ્યા હતા.
અનંત અંબાણીએ પણ તમામ ગ્રામજનોનો ખુબ ખુબ આભાર માન્યો હતો. ત્યારબાદ ગ્રામજનો દ્વારા યોજાયેલ ડાયરામાં પણ અનંત અંબાણી હાજરી આપી હતી આબાદ નવાણિયા ગામમાં મહિલાઓએ અનંત અંબાણી ની આરતી ઉતારી હતી ત્યારબાદ આયરાણી મહારાસ તસવીરોની ભેટ અનંત અંબાણીને સમર્પણ કરી હતી.